________________
સન્માન કરવાની ભાવનાવાળો થતો નથી, તેને ગુણની પ્રાપ્તિ થવી સંભવિત નથી. એ જ રીતે જે બીજા સુખી આત્માના સાચા સુખને જાણતો નથી, જાણવાની દરકાર ધરાવતો નથી, અથવા જાણવામાં આવે તો પણ હૃદયથી રાજી થતો નથી, તે આત્માને પણ વાસ્તવિક સુખની પ્રાપ્તિ સંભવિત નથી. ગુણી આત્માના બહુમાન વિના ગુણની પ્રાપ્તિ શક્ય નથી, તેમ સુખીનાં સુખને જોઈને હર્ષિત નહિ થનારને કે ઈર્ષ્યાગ્નિથી બળનારને પણ સાચા સુખની પ્રાપ્તિ સુલભ નથી.
સુખ બે પ્રકારનાં છે : એક વૈષયિક અને બીજું આત્મિક. વિષયોથી . થનારું સુખ અપથ્ય આહારથી થનારી તૃપ્તિ જેવું પરિણામે અસુંદર છે, તેથી સ્વ કે પરનાં વૈષયિક સુખોને જોઈને સંતુષ્ટ થવું એ સાચી પ્રમોદભાવના નથી.
સાચું સુખ તો પરિણામે સુંદર, હિત, મિત અને પથ્ય આહારના પરિભોગથી થનારી ચિરકાલીન તૃપ્તિ સમાન છે. એવું સુખ પોતાને મળતાં જે સ્વાભાવિક આનંદ થાય તેવો જ આનંદ પરનાં સુખો દેખીને થવો તે સાચો પ્રમોદભાવ છે.
આત્મિક સુખોની પરાકાષ્ઠા તો મોહાદિના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારા અવ્યાબાધ અને શાશ્વત સુખસ્વરૂપ મોલમાં છે. એ મોક્ષસુખને પ્રાપ્ત થયેલા મહાપુરુષોનાં સુખને જોઈને હૃદયમાં આલાદ થવો, એટલું જ નહિ પણ એ મોક્ષસુખના માર્ગે રહેલા મહામુનિવરોથી માંડીને સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી પર્યંતના જીવોનાં ગુણોને અને સુખોને દેખીને હર્ષિત થવું, તે પણ પ્રમોદભાવનાનો વિષય છે. એ હર્ષ પ્રગટાવવાનાં મુખ્ય સાધનો મન, વચન અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી વંદન નમસ્કારાદિ કરવાથી પ્રમોદભાવ પ્રગટ થઈ શકે છે.
ગુણી આત્માની સ્વ-પર ઉભયકૃત વંદનાદિ પૂજા જોઈને સર્વ ઇન્દ્રિયોથી અભિવ્યક્ત થતો હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. ૪. પરલોપેક્ષણમુલા :
દોષો બે પ્રકારના હોય છે : એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દોષોવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યશ્મ) ભાવના ખાસ હિત કરે છે. ઉપેક્ષાભાવના કે માધ્યશ્મભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રતાનો વિચાર કરાવે છે અને તેથી આવેલો રોષ શમાવી દે છે.
२४