SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મનો ઉદય ન હોય તો સામાનું દુઃખ દૂર થાય છે. દ્રવ્યદુ:ખો દૂર કરવાના પ્રયત્નો કરતી વખતે તે દુઃખનાં કારણભૂત પાપકર્મોથી એને બચાવવાનું પણ લક્ષ્ય રહેવું જોઈએ. ભાવદયાના પરિણામ વિના થનારી દ્રવ્યદયા ધર્મસ્વરૂપ બનવાને બદલે ઘણી વાર અધર્મસ્વરૂપ બની જાય છે. દ્રવ્ય અને ભાવદુઃખોને અન્ય દર્શનકારોએ ત્રણ વિભાગમાં વહેંચ્યાં છે : (૧) આધ્યાત્મિક = શરીર અને મન સંબંધી દુઃખો. (૨) આધિભૌતિક = હિંસક પશુ-પક્ષી આદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુઃખો. (૩) આધિદૈવિક = દેવતાઈ ઉપદ્રવો, જેવા કે ભૂકંપ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવાનળ વગેરે ઉપરનાં દુઃખોનો જૈનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ શકે છે. (૧) મિથ્યાત્વ = કુમતની વાસના, અસર્વજ્ઞપ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાંતો ઉપર મજબૂત વિશ્વાસ. (૨) અવિરતિ = પ્રારંભમાં સુખદાયી પણ પરિણામે કડવાં એવાં વિષયનાં સુખોની તીવ્ર અભિલાષા અને મરતાં પણ તેને નહિ છોડવાનાં પરિણામ, (૩) અશાતા વેદનીયનો ઉદય = તેનાથી ક્ષય, જ્વર, ભગંદર, કુષ્ઠ વગેરે દુષ્ટ રોગોની પીડાનો અનુભવ. ૩. સુવાદિતા : પોતાથી બીજાને અધિક સુખી અથવા ગુણી દેખીને તેના સુખ કે ગુણ ઉપર ઈર્ષ્યા કે અસૂયાનો ભાવ ન થવા દેવો, પણ હર્ષ ધારણ કરવો, એ પ્રમોદભાવનાનું લક્ષણ છે. ઈર્ષ્યા એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણોમાં દોષોનું ઉલ્કાવન. પ્રમોદભાવનાવાળો બીજાને પોતાથી અધિક સુખી અગર ગુણી દેખીને હૃદયમાં બળતો નથી, આનંદ ધારણ કરે છે અને તેઓનાં સુખ કે ગુણને દૂષિત કરવાને બદલે તેને આગળ લાવવા પ્રયત્ન કરે છે. ' ' | ‘ગુણબહુમાનનો પ્રભાવ અચિંત્ય છે, તથા પોતાના કરતાં પારકાનાં સુખની કિંમત ઘણી વધારે છે'. એ વસ્તુ સમજાયા વિના સાચી પ્રમોદભાવના પ્રગટી શકતી નથી. ગુણબહુમાનથી નિત્ય નવા નવા ગુણોની પ્રાપ્તિ થાય છે, તેથી ગુણનો અર્થી ગુણ અને ગુણીનું સન્માન કે બહુમાન કર્યા સિવાય રહી શકતો નથી. જે પોતાના સિવાય બીજાના ગુણને જાણતો જ નથી, તેને જાણવા કાળજી પણ ધરાવતો નથી, અથવા જાણવામાં આવ્યા પછી પણ તેનું २३
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy