________________
અશકaધ્યાય હોય
કરે છે, તેથી અનાયાતી તેને સદા પર
કરવો. (૩) પોતાની થતી ભૂલોની ક્ષમા માગવા સદા તત્પર રહેવું અને (૪) બીજાઓને પોતાના તરફથી થતી ભૂલોની ક્ષમા આપવા સર્વદા તત્પરતા બતાવવી. ૨. પરંતુ વિનારિની વરુપ :
દુઃખ બે પ્રકારનું છે : શારીરિક અને માનસિક, શારીરિક દુઃખોને દ્રવ્યદુઃખો કહ્યાં છે અને માનસિક દુઃખોને ભાવદુઃખો કહ્યાં છે. શારીરિક દુઃખોનું કારણ અશાતા વેદનીય કર્મનો ઉદય છે અને માનસિક દુઃખોનું કારણ મોહનીય આદિ કર્મોનો ઉદય છે.
માણસને પોતાનાં દુઃખોનું નિવારણ કરવાને માટે કુદરતી જ લાગણી હોય છે. તો પણ તેનાં બધાં દુઃખોનું નિવારણ અશક્યપ્રાયઃ હોય છે. તેથી કોઈ ને કોઈ દુઃખની હયાતી તેને સદા પજવે છે અને તેની શાન્તિમાં ભંગ કરે છે, તેથી અકળાઈને આત્મા દુઃખનિવારણના વાસ્તવિક ઉપાયોને છોડી અવાસ્તવિક ઉપાય લે છે. દુઃખનિવારણ કરવાનો વાસ્તવિક ઉપાય પોતાના સિવાય બીજા આત્માઓનાં દુઃખોનું નિવારણ કરવા તત્પર રહેવું તે છે. એથી બે જાતના લાભ થાય છે, એક તો એ પુરુષાર્થ કરતી વખતે તેટલો કાળ પોતાનાં દુઃખોનું વિસ્મરણ થાય છે. અને બીજું, બીજાનાં દુઃખો દૂર કરવાના પ્રયત્નથી શુભાનુબંધિ કર્મ ઉપાર્જન થાય છે તથા તેના પરિણામે ઉત્તરોત્તર શાન્તિ અને સુખની વૃદ્ધિ અનુભવાય છે. - કરુણાભાવનાનાં પાત્ર જીવો પણ ચાર પ્રકારના હોય છે : (૧) વર્તમાનમાં દુઃખી અને ભવિષ્યમાં દુઃખી થાય તેવાં પાપમાર્ગે જ પ્રવર્તનારા, (૨) વર્તમાનમાં આહાર, વસ્ત્ર, શયન, આસન, ઔષધાદિ સામગ્રીના અભાવે દુઃખ ભોગવનારા, (૩) વર્તમાનમાં સુખી પણ સુખ ભોગવતાં હિંસાદિ પાપકર્મો કરીને દુર્ગતિનાં દુઃખો ઊભાં કરનારાં તથા (૪) વર્તમાનમાં સુખી પણ ધર્મને નામે મિથ્યાત્વાદિ પાપકર્મ કરીને ભાવિ દુઃખને ઉત્પન્ન કરનારા.
એ રીતે દુઃખ અને તેના કારણભૂત પાપથી રિબાતા જીવોને તે બન્નેથી છોડાવવાની વૃત્તિ તે કરુણાભાવના છે.
દુઃખીનું દુઃખ દૂર થાઓ કે ન થાઓ પણ દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રયત્ન કરનારને અવશ્ય લાભ મળે છે. એ રીતના પ્રયત્નથી નિકાચિત