________________
સુખ પોતાને જોઈએ છે, તે સુખ પોતાને નહિ મળતાં બીજા કોઈને પણ મળે, ત્યારે તેના પ્રત્યે તે ઈષ્યભાવવાળો બની રહે છે. એ રીતે ઈર્ષ્યા, શોક, અતૃમિ વગેરે અનેક દુઃખો પોતાની જ જાત ઉપર રાગવાળા જીવને સદા સતાવ્યા કરે છે. એ બધાં દુઃખોથી છોડાવનાર કોઈ પણ ચીજ આ દુનિયામાં હોય તો તે એક મૈત્રીભાવના છે. મૈત્રીભાવનાથી તેને પોતાની જ એકલી જાત ઉપરનો રહેલો રાગભાવ નાશ પામે છે અને પોતાના સિવાય આ દુનિયામાં રહેલાં બીજાં અનંત પ્રાણીઓનાં હિતની અને સુખની ચિંતા ઉત્પન્ન થાય છે. તેથી પોતાના સિવાય બીજાં જેટલાં પ્રાણીઓ સુખને મેળવતાં દેખાય છે, તેને જોઈને પોતે તે સુખી થનાર પ્રાણીઓ જેટલા જ આનંદનો અનુભવ કરે છે અને પોતાને મળેલા થોડા પણ સુખમાં તે હંમેશાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેનો ઈર્ષાભાવ અને તૃપ્તિથી તેનો શોકભાવ નાશ પામે છે.
મૈત્રીભાવ ટકાવવાના ઉપાયો વૈર અને વિરોધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં બે વસ્તુઓ છે. એક પોતે કરેલા બીજાના અપરાધોની માફી ન માંગવી અને બીજી, બીજાઓએ કરેલા પોતાના અપરાધોની માફી ન આપવી, અથવા બીજી રીતે પોતાના જ સુખની ચિંતા કર્યા કરવી અને એ સુખ ખાતર પોતાના સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તો પણ તેને ન ગણવી, અથવા ત્રીજી રીતે પોતાના સિવાય બીજાનાં સુખની ચિંતા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલાં ગમે તેટલાં કષ્ટોનું નિવારણ કરવા માટે છતી શક્તિએ બેદરકારી બતાવવી, એ વસ્તુને સરળ રીતે નીચે મુજબ સમજી શકાય ?
(૧). પોતાનાં સુખની ચિંતા કર્યા કરવી. . (૨) બીજાનાં સુખની ચિંતા બિલકુલ ન કરવી.
(૩) પોતાના અપરાધોની માફી કદી ન માગવી. (૪) બીજાઓના અપરાધોની માફી કદી ન આપવી.
મૈત્રીભાવ ટકાવવા માટે આ ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી . જોઈએ. (૧) આ માટે પોતાના સિવાય બીજાઓનાં સુખની ચિંતા પોતાનાં
સુખની ચિંતા જેટલી જ કરવી. (૨) બીજાઓના ઉપર આવેલાં દુઃખોનું નિવારણ કરવાને માટે પોતાનાં દુઃખનિવારણના પ્રયત્ન જેટલો જ પ્રયત્ન
२१