________________
મૈત્રીભાવના
૩૧ લાગ્યો. વેપારીનું ચંદન ખપવા માંડ્યું, એથી તે પ્રસન્ન થયો. તેની ચિંતા ઓછી થઈ, અશુભ વિચારો નાશ પામ્યા અને તે “આવા સારા રાજા ઘણું જીવો !” એવું ચિંતવવા લાગ્યો, પોતાના જૂના વિચારો પ્રત્યે તેને પશ્ચાત્તાપ થયો. આ બાજુ રાજાના વિચારોમાં પણ પરિવર્તન થઈ ગયું.
પછી એક દિવસ કોઈ કારણસર દરબાર ભરાયો. વેપારી પણ બહુ હર્ષભેર ત્યાં આવ્યો. આ વખતે રાજા અને વેપારી બન્નેનાં મનમાં એકબીજા પ્રત્યે પૂર્ણ સદ્ભાવ હતો. દરબાર ઉચિત સમયે વિખેરાયો.
પછી એક દિવસે અવસર પામીને પ્રધાને રાજાને સાચી વાત કરી, ત્યારે રાજાને આશ્ચર્ય થયું અને એક નવો વિશ્વનિયમ તેના મનમાં દઢ થયો કે
સદશ વિચારો સદશ વિચારોને આકર્ષે છે. જેવું આપણે બીજાનું તાકીએ તેવું જ તે આપણું તાકે છે. અહીં બીજો પણ એક વિશ્વનિયમ જોઈ લઈએ.
જેવું આપણા મનમાં હોય છે, તેવું જ પ્રાયઃ આપણને જગત દેખાય છે. આપણે જે વિશ્વને જોઈએ છીએ તે પ્રાયઃ આપણા મનનું પ્રતિબિંબ હોય છે.
આ જ નિયમને ફેરવી નાખીએ તો એક નવો નિયમ આપણને સમજાય છે. તે નિયમ છે કે –
બહારનું વાતાવરણ માણસના મનને પ્રાયઃ કહી આપે છે.”
જેમ કે આપણા મનમાં કોઈ પ્રત્યે વેરના વિચાર હોય, ત્યારે તે આપણી સામે આવે તો તેનામાં આપણને અપાયકારકતા દેખાવાની. કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોય, ત્યારે તેમાં આપણને ઉપકારકતા દેખાશે. તમે ઘણી વાર અનુભવ્યું હશે કે જ્યારે તમારું ચિત્ત અસ્વસ્થ હોય, ત્યારે બહારનું વાતાવરણ તમને ગમતું નથી અને પ્રસન્ન હોય ત્યારે બહારનું વાતાવરણ પણ તમને સારું લાગે છે.
જે જગ્યામાં અનેક ક્લેશો થતા હોય, મારામારીઓ થતી હોય, અથવા એકબીજાને પરસ્પર વૈર હોય, ત્યાંના માણસોનાં મન પણ પ્રાયઃ