________________
નિંદા કરે છે, હિંસાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. અવિનીત, દોષયુક્ત જીવો પ્રત્યે પણ કદી તિરસ્કારભાવ ન લાવવો, પરંતુ મૈત્રી અને કરુણાભાવપૂર્વક મધ્યસ્થભાવ રાખવો, તે માધ્યશ્મભાવના છે. ભવિષ્યમાં તે જીવોને પણ કર્મની લઘુતા થતા ધર્મ પ્રત્યે બહુમાન જાગો, સંતોનો સમાગમ મળો, ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગો. આ રીતે મૌનપણે ભાવકરણ લાવી, તે અયોગ્ય
જીવોનું પણ હિતચિંતન જ કરવું. જેમ ભગવાન મહાવીરદેવે અપરાધી સંગમ પ્રત્યે ભાવકરુણા જ ભાવી, જેના પરિણામે તેમની આંખો અશ્રુભીની થઈ.
સ્વ-સ્વ કર્મને વશ જીવો અનેક પ્રકારનાં દુઃખ-સુખ અનુભવે છે. પરંતુ વિવેકી કુશળ પુરુષો તેના પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી પણ મધ્યસ્થ રહે છે, ઉદાસીનભાવ ધારણ કરે છે.
કર્મજન્ય વિષમતા, વિચિત્રતા તરફ ઉદાસીન રહો, ઉપયોગલક્ષણથી સર્વ જીવોની તુલ્યતા, એકતાનું ભાવન કરવાથી સમતા, સમાધિ દશામાં યોગી પુરુષો પરમાનંદ અનુભવે છે.
જ્યાં સુધી પરવસ્તુ કે વ્યક્તિના દોષ કે ગુણ, એટલે તેના સારાનરસાપણાનો વિચાર કરે છે ત્યાં સુધી મન સ્થિર થતું નથી. માટે મધ્યસ્થ પુરુષો પોતાના મનને પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર બનાવી આત્મપ્રયત્નશીલ રહે છે.
માધ્યશ્મભાવના અભ્યાસથી સમતાની સિદ્ધિ થાય છે.
ધર્મધ્યાનને પુષ્ટ બનાવવા માટે આ ભાવનાઓ રસાયણતુલ્ય છે. ષઅમૈત્રી-ઈર્ષ્યા-માત્સર્યાદિ, દોષોને દૂર કરી ક્ષમાદિ ગુણોને પુષ્ટ બનાવે છે. મૈત્રીભાવના ક્રોધના આવેશનો નાશ કરે છે, ક્ષમાગુણને પુષ્ટ કરે છે. પ્રમોદભાવના : માન-મદનો નાશ કરી, નમ્રતા ગુણને વિકસાવે છે. કરુણાભાવનાઃ માયા-કપટ-દંભદોષને દૂર કરી, સરળતા પેદા કરે છે. માધ્યશ્ય ભાવના : તૃષ્ણા-લોભદશાનો નાશ કરી સંતોષ, સમતાગુણની
વૃદ્ધિ કરે છે. આ ચારે ભાવનાઓનો સતત અભ્યાસ કરવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો નિરોધ થાય છે અને ધર્મધ્યાન અને શુકુલધ્યાનની કલા અનુક્રમે
१४