________________
સિદ્ધ થાય છે. તેના પ્રભાવે સદ્ગતિ અને સિદ્ધિગતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. સર્વ કોઈ સાધકોને ભાવનાનો અભ્યાસ અવશ્ય કરવો જરૂરી છે.
આ પુસ્તકમાં પૂ. મુનિરાજશ્રી તત્ત્વાનંદ-વિજયજીએ ચારે ભાવનાઓનું સ્વરૂપ દષ્ટાન્તો સાથે સરળ ભાષામાં સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભાવનાના અભ્યાસીઓને આ ગ્રંથ અત્યંત ઉપકારક બનશે, પ્રથમની બને આવૃત્તિઓની પ્રસ્તાવના પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભકરવિજયજી મ. અને પ. પૂ. આચાર્યશ્રી ભદ્રંકર વિજયજી મ. એ લખેલી છે. સર્વ પ્રથમ તેનું મનનપૂર્વક વાંચન કરવાથી સંક્ષેપમાં ચાર ભાવનાઓનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા સમજી શકાશે. તેમ જ જીવને તે ભાવનાઓને ભાવિત બનાવવાની ચાવી મળશે.
પરમ શાંતિ અને સમાધિનો માર્ગ પ્રાપ્ત કરાવનાર આ ગ્રંથનો અભ્યાસ સહુ કોઈ મુમુક્ષુ આત્માઓ અવશ્ય કરશે એવી શ્રદ્ધા. સંસારી જીવો વિષયકષાયમાં આસક્ત બની વિવિધ પ્રકારની હિંસાદિ પ્રવૃત્તિઓ કરી દુર્ગતિમાં જઈ દુઃખી થાય છે. અહિંસાદિ ધર્મનો ઉપદેશ આપવા છતાં જે જીવો હિંસાદિ પાપવ્યાપારો છોડતા નથી, તેમની ઉપર પણ ક્રોધ ન કરવો. કારણ કે જેની જેવી ભવિતવ્યતા હોય, તેને કોઈ રોકી શકતો નથી. આ રીતે કર્મવિપાક અને ભાવિ ભાવવિચારને મુખ્ય બનાવી તે જીવો પ્રત્યે સમતા રાખવાથી વિકલ્પોની જાળ શમી જાય છે. અને મન, ભીતરમાં સદા બિરાજમાન, સત્તાએ શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે જેથી શાંત સુધારસના આસ્વાદનું પરમ સુખ મળે છે.
આ મેત્યાદિ ચાર ભાવનાઓ એ જિનશાસનનું મૂળ છે. ધર્મરૂપી કલ્પવૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી ઘર્મનું બીજ કહેવાય છે.
- સદ્ધર્મ ધ્યાનની પરંપરા ધારાબદ્ધ પ્રવાહ સાથે નમ્ર નિવેદન છે કે સર્વે જીવો આ ગ્રંથના ચિંતન-મનન-અભ્યાસથી શાંતિ અને સમાધિ પામવા દ્વારા સદ્ગતિ અને સિદ્ધિગતિના સાધક બનો એ જ એક પરમ અભિલાષા!
– કલાપૂર્ણસૂરિ