________________
અશાતા પોતાને અનુભવાય છે. તેવી રીતે લોકવ્યાપી જીવાસ્તિકાયના અનંત પ્રદેશોમાં પણ પરસ્પર ઉપગ્રહ કરવાનો સહજ સ્વભાવ હોવાથી અન્ય જીવોને કે તેના કોઈપણ પ્રદેશ કે અંગ અવયવને પીડા કે સુખ આપવાથી તે આપનારા જીવને પણ પીડા કે સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે.
ઉપયોગ લક્ષણથી, જીવત્વ જાતિથી જેમ સર્વ જીવો એક સ્વરૂપ છે, તેવી રીતે પરસ્પર ઉપગ્રહ લક્ષણથી પણ પરસ્પર અખંડ એકતાનું જ્ઞાન એ નિશ્ચયદયા છે.
એકતાજ્ઞાન નિશ્ચયદયા, સદ્ગર તેહને ભાષે
જે અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે.
જે યોગી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં લીન બને છે, તેને સર્વ જીવરાશિ સત્તાએ શુદ્ધ એક અખંડસ્વરૂપે અનુભવાય છે. તે નિશ્ચયદયા છે. અને તેના લક્ષ્યથી પર પ્રાણીના પ્રાણોની રક્ષા, તે દ્રવ્યદયા છે,
___ जीववहो अप्पवहो, जीवदया अप्पणो दया होइ ।
વસ્તુતઃ જીવોનો વધ એ સ્વ-આત્મવધ જ છે. અને જીવોની દયા એ પોતાના આત્માની જ દયા છે. એવું જાણીને તું બીજા જીવો સાથે આત્મતુલ્ય વર્તન કર.
जं इच्छसि अप्पणो, जं च न इच्छसि अप्पणो ।
तं इच्छ परस्स वि एतियमं जिणसासणं ।। જેમ તું તારા માટે સુખ ઇચ્છે છે, દુઃખની ઇચ્છા કદી કરતો નથી, તેમ બીજા જીવોનું પણ સુખ, હિત જ ઇચ્છ. અહિત કદી ઇચ્છીશ નહીં, તથા આત્માને જે પ્રતિકૂળ હોય, તેવું વર્તન બીજા જીવો સાથે કદી પણ ન કરવું એ જ જિનશાસન છે. અર્થાત્ દયા, કરુણા એ જ જિનશાસન અને તેનો સાર છે. તાત્પર્ય-સર્વ જીવોની એકતાનું જ્ઞાન મેળવી તેમની સાથે ઉચિત વર્તન કરવું એ જ આત્માનું સાચું હિત છે. મૈયાદિ ચાર ભાવનાઓ વડે સર્વ જીવો સાથે ઉચિત વર્તન કરી શકાય છે, તેથી ચાર ભાવનાઓ એ ધર્મનું બીજ છે. ૪. માધ્યશ્ય ભાવનાઃ કર્માધીન કેટલાય જીવો ક્રૂર, તીવ્ર રાગ-દ્વેષ યુક્ત હોવાથી ભગવાન, સદ્ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રેમ રાખતા નથી, પણ તેમની