________________
૨. ક્ષેત્રની અપેક્ષાએ જીવાસ્તિકાય લોકપ્રમાણમાત્ર છે-લોકવ્યાપી છે. ૩. કાળની અપેક્ષાએ જીવાસ્તિકાય ત્રણે કાળમાંની સ્થિતિ હોય છે, તેથી નિત્ય છે. ૪. ભાવની અપેક્ષાએ જીવાસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શરૂપ છે. ૫. ગુણની અપેક્ષાએ જીવાસ્તિકાય ઉપયોગ ગુણવાળો છે. (ગુણ એટલે
કાર્યની) તેની અપેક્ષાએ ઉપયોગના બે પ્રકાર છે. ૧. સાકાર ઉપયોગઃ સ્વ-પર પ્રકાશી જ્ઞાન જે ભેદગ્રાહક છે, તેથી અહિંસા એ પ્રતિષ્ઠા છે. અહિંસા જ સર્વ જીવોને અભય આપનારી છે, શરણ અને આશ્વાસન આપનારી છે.
સમતા-સમાધિ-સામાયિક-સમ્યકત્વ-શ્રુતજ્ઞાન અને સંયમાદિ સર્વ અહિંસા-કરુણા ભાવનાની વિશિષ્ટ આરાધનાનું જ ફળ છે.
- શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે : “સર્વ જીવોને આત્મતુલ્ય માની તે સર્વનું રક્ષણ કર. જેમ તું તારા આત્માને દુઃખમુક્ત, કર્મમુક્ત અને સર્વભયમુક્ત બનાવવા ઇચ્છે છે, તેમ અન્ય સર્વ ત્રસ અને સ્થાવરજીવોને દુઃખમુક્ત, કર્મમુક્ત અને ભયમુક્ત બનાવ. કેમ કે સર્વ જીવરાશિની ઉપયોગ લક્ષણથી એકતા છે, તેમ પરસ્પર ઉપગ્રહ લક્ષણથી પણ એકતા છે. ઉપયોગ એ જીવનું સ્વરૂપ-દર્શક લક્ષણ છે, તેમ પરસ્પર ઉપગ્રહ એ જીવરાશિનું સંબંધદર્શક લક્ષણ છે. તેથી જ્યાં ઉપયોગ હોય છે, ત્યાં પરસ્પર ઉપગ્રહ પણ હોય જ છે. ૨. નિરાકાર ઉપયોગ : સામાન્યગ્રાહી દર્શન, જે અભેદગ્રાહક છે.
આ જીવાસ્તિકાય અનંતપ્રદેશ છે. એક જીવને પ્રદેશો અસંખ્ય જ હોય છે, પણ અહીં સમસ્ત જીવરાશિરૂપ એક જીવાસ્તિકાયની વિવલા હોવાથી જીવાસ્તિકાયને અનંત પ્રદેશી કહ્યો છે. આ સૂત્રથી સર્વ જીવરાશિની અખંડ એકતા સિદ્ધ થાય છે. અને તેવી જ પરસ્પર ઉપગ્રાહકતાનો સંબંધ પણ સ્પષ્ટ સમજી શકાય છે.
જેમ અસંખ્યપ્રદેશી દેહવ્યાપી એક જીવને પોતાના પ્રદેશો સાથે તાદાભ્ય સંબંધ હોવાથી દેહવ્યાપી કોઈપણ અંગ-અવયવમાં થતી શાતા કે