________________
પ્રમોદ ભાવના-ગુણ બહુમાનરૂપ, ગુણ અનુમોદનારૂપ છે. શ્રી નમસ્કાર મહામંત્ર વડે પાંચ પરમેષ્ઠી ભગવંતોના અગણિત ગુણોની અનુમોદના અતિ બહુમાનપૂર્વક કરવામાં આવે છે, તેથી પરમેષ્ઠી નમસ્કાર એ સર્વ પાપપ્રણાશક અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે, જિનશાસનનો સાર છે અને ચૌદ પૂર્વનો તેમાં સંક્ષેપ થયેલો છે. તેવી રીતે પ્રમોદભાવના પણ ગુણ બહુમાનરૂપ હોઈ સર્વ પાપ પ્રણાશક અને શ્રેષ્ઠમંગલ છે.
પ્રકૃષ્ટ પ્રમોદભાવથી પંચ પરમેષ્ઠી ભગવંતો તથા અન્ય સર્વ ગુણી પુરુષોના ગુણગાન કરવાથી જીવનમાં સમતાનો પ્રવેશ થાય છે, ચિત્ત અત્યંત પ્રસન્ન બને છે તથા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણો નિર્મળ બને છે.
જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.
શ્રી તીર્થકર ભગવંતો આદિ ગુણી પુરુષોના ગુણોનું ગાન કરવાથી તે ગુણો આપણા આત્મામાં પણ પ્રગટે છે, ખીલે છે. ૩. કરુણા ભાવનાઃ કરુણા એ દયા, અહિંસા સ્વરૂપ છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં અહિંસાનું વિસ્તૃત સ્વરૂપ તેનાં ૬૦ (સાઠ) પર્યાયવાચી નામોના નિર્દેશ દ્વારા બતાવ્યું છે.
સર્વ જીવોના પરમ બંધુ, કરુણાના સાગર શ્રી તીર્થકર ભગવંતોએ સર્વ ત્રણ-સ્થાવર જીવોની ક્ષેમકરી અહિંસા બતાવી છે. - અહિંસા એ સર્વ લોકને દ્વીપ અને દીપકતુલ્ય હિતકારી છે. સ્વપરની સર્વ આપત્તિઓ દૂર કરી જીવોનું સંરક્ષણ કરે છે. તેથી અહિંસા એ પ્રાણ છે અને સર્વ સંપત્તિઓને પમાડનારો હોઈ સર્વ મોક્ષાર્થી જીવોને આશ્રય આપે છે, માટે ગતિ છે, શરણ છે અને સર્વ પ્રકારનાં સુખો અને ગુણો જેમાં પ્રતિષ્ઠિત છે, તેથી બીજા જીવોને ભયમુક્ત બનાવવાથી તું પણ નિર્ભય બનીશ. જીવાસ્તિકાયની અખંડ એકતા : શ્રી ભગવતીસૂત્રમાં જીવાસ્તિકાયનું સ્વરૂપ બતાવતા સંક્ષેપથી તેના પાંચ પ્રકાર જણાવ્યા છે :૧. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્ય સ્વરૂપ છે. અર્થાત્ અનંત
જીવપ્રદેશોનો સમૂહ એ જીવાસ્તિકાય છે.