________________
માધ્યસ્થભાવના
૧૦૩ કર્મસાહિત્ય પણ મહામાધ્યથ્ય પ્રગટ કરવા માટેનું ઉત્કૃષ્ટ સાધન છે. શ્રી શાસ્ત્રકારમહર્ષિઓ કર્મવિપાકનાં ચિંતન પર ખૂબ જ ભાર આપે છે. જૈન સિદ્ધાન્ત મુજબ કર્મ એ વેદાન્તાદિ અભિમત માયાની જેમ કાલ્પનિક (અ) કે અનિર્વચનીય વસ્તુ નથી, કિન્તુ પરમાર્થ સત્ છે. જીવના શુદ્ધ
સ્વરૂપને તે કેવી રીતે આવરે છે વગેરે વર્ણન કર્યપ્રકૃતિ પ્રમુખ ગ્રંથોથી જાણી લેવું જોઈએ. “જૈન સાહિત્યના કર્મસાહિત્યની જોડ જગતમાં નથી' વગેરે કહેવા માત્રથી તે સાહિત્યનું મૂલ્ય યથાર્થ સમજાતું નથી, કિન્તુ જ્યારે તેના ચિંતનથી ઉત્પન્ન થતા મહામાધ્યશ્મનો જીવનમાં અનુભવ થાય છે, ત્યારે જ તેની અમૂલ્યતા સમજાય છે.
કર્મવિપાકનું ચિંતન : કર્મવિપાકચિંતનથી જીવ મધ્યસ્થ બને છે. પોતપોતાના બોધ મુજબ જીવને નવું નવું ચિંતન પ્રાપ્ત થાય છે. સામાન્યતઃ આ રીતે તેનું ચિંતન કરી શકાય :
કોઈ પણ વ્યક્તિ સામે આવતાં જ પ્રથમ તેનું રૂપ આપણી દૃષ્ટિએ પડે છે. તે રૂપનું મૂળ કારણ કર્મના અણુઓ છે. રૂપ જોતાં જ વિચારવું જોઈએ કે, “અહો! અતિસૂક્ષ્મ એવા કર્મના અણુઓએ કેવું વિચિત્ર ઓદારિક રૂપ નિર્માણ કર્યું છે. ક્યાં રૂપાતીત એવો જીવ અને ક્યાં આ સામે દેખાય છે તે વિચિત્ર પ્રકારની આંખો, નાક, દાઢી, મૂછ, હાથ, પગ વગેરે અનેક ચિત્રવિચિત્ર અવયવોથી યુક્ત આ “માણસ” વગેરે જાતિથી ઓળખાતી આકૃતિ? કર્મે એને કેવી વિચિત્ર ચાલ આપી છે, તે કેવી વિચિત્ર પ્રવૃત્તિઓ આદરી રહ્યો છે? કોઈ પોતાનું મોટું અરીસામાં જોઈ જોઈને રાજી થાય છે, તો કોઈ પોતાનું કદરૂપું મુખ લોકોથી છુપાવે છે! કોઈના દેહ પર સારાં સારાં આભૂષણો છે, તો કોઈના દેહ પર અતિ જીર્ણ અને મલિન એવું એકાદ વસ્ત્ર પણ પૂરું નથી !' એ રીતે સર્વત્ર વૈચિત્ર્યને જોતા તે મહામધ્યસ્થ મહાત્માના અંતરમાં એક અદ્ભુત અલૌકિક એવા હાસ્યરસનો અનુભવ થાય છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અને અનંત ચારિત્રના મહાસ્વામી આત્માને ક્યારેક ઋષભના રૂપમાં, તો ક્યારેક ઊંટના રૂપમાં, ક્યારેક કીડીના રૂપમાં તો કયારેક હાથીના રૂપમાં અને કયારેક ચાંડાલના રૂપમાં, તો કયારેક બ્રાહ્મણના રૂપમાં જોઈને તેને આધ્યાત્મિક વિસ્મય થાય છે. ૧ ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર વિપાકવિચય છે. તેમાં સાધકે કર્મોના વિપાકો કેવા દારુણ છે, તે
ચિંતવવાનું છે.