________________
પરિશિષ્ટ [આ વિભાગમાં જેનેતર સાહિત્યમાંથી મૈયાદિ ભાવનાવિષયક અવતરણોને અમે રજૂ કરીએ છીએ. સાધક આત્માઓ તેમાંથી નવી પ્રેરણાઓ મેળવી શકશે. આ ભાવનાઓ સર્વત્ર કેટલી વ્યાપક છે, તેનો ખ્યાલ પણ આ અવતરણોથી આવી જશે. જેને સાહિત્યમાંથી પણ અવતરણો આપવાનો પ્રથમ વિચાર હતો, પરંતુ ગ્રંથનું પ્રમાણ બહુ વધી જશે, એમ લાગવાથી તે વિચારને અમલી બનાવ્યો નથી. તો પણ તેનાં કેટલાંક અવતરણો પૂર્વે આવી ગયાં છે. અને વિશેષ અવતરણો માટે નીચેના ગ્રંથ જોવાની ભલામણ કરીએ છીએ.]
- શ્રી આચારાંગ સૂત્ર,
શ્રી સૂયગડાંગ સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, તત્ત્વાર્થાધિગમસૂત્ર-ભાષ્ય,
ષોડશક, ઘર્મબિંદુ યોગબિંદુ, યોગશાસ્ત્ર, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનસારનું માધ્યસ્થાષ્ટક,
શાંતસુધારસ વગેરે