SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધર્મબીજ કરો, કોઈ પણ દુઃખી ન થાઓ, બધા સુખી થાઓ, બધા નિરામય થાઓ, કોઈની સાથે પણ મારે વૈર નથી, કોઈ પણ મારો અપરાધી નથી, સર્વને ધર્મનાં સાધનોની પ્રાપ્તિ થાઓ, બધા ધર્મને પામો, વેર, ઈર્ષ્યા, અસૂયા, અપમાન, મત્સર, દ્રોહ વગેરે કરનારા પ્રાણીઓની તે તે અશુભવૃત્તિઓ નાશ પામો, બધાના રાગ-દ્વેષ શમી જાઓ, બધા પારકાના હિતમાં રત બનો, બધાને સમત્વરૂપ મહાઅમૃતની પ્રાપ્તિ થાઓ, બધા જીવો દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધનામાં ખૂબ ખૂબ આગળ વધો, સર્વજીવો કર્મોથી મુક્ત થાઓ અને સર્વ આત્માઓ પરમકલ્યાણને પામો.” મૈત્રીભાવનાનું ઉપરનું વર્ણન અત્યંત સ્થૂલ છે, અત્યંત વિશાળ એવી મૈત્રીને આ નાનકડા પ્રકરણમાં અલ્પબુદ્ધિ વડે સમાવવાનો પ્રયાસ કરવો એ નાનકડી નાવડી વડે મહાસાગરને તરવા જેવું દુશક્ય છે. છતાં પણ મૈત્રીભાવના પ્રત્યે મારા હૃદયમાં રહેલા પ્રમોદને પ્રગટ કરવાનો આ મારો અલ્પ પ્રયાસ છે. મૈત્રીભાવનાની સાધનામાં રહેલ અમૃતરસને કલમમાં લાવવો અશક્ય છે, તે અમૃતરસનો આસ્વાદ કેવળ અનુભવગમ્ય છે. પરમપાવની મૈત્રીભાવનાની સાધના દ્વારા સર્વ જીવો પરમોચ્ચ મૈત્રીને સમજો, તે ભાવનામાં લીન બનો અને સર્વ જીવો સહુનું કલ્યાણ કરનારા બનો, એ જ શુભ કામના. शिवमस्तु सर्वजगत: परहितनिरता भवन्तु भूतगणा: । दोषा: प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोक: ।। 0 0 0
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy