________________
કરુણાભાવના
૭૭ ૧૬. ગુરુની કરુણાઃ જેમ ગુણાધિક આત્માઓ પ્રમોદભાવનાનો વિષય છે, તેમ હનગુણ આત્માઓ પણ કરુણાભાવનો વિષય છે. શિષ્યને ગુરુ પ્રત્યે પ્રમોદભાવ હોય છે. જ્યારે ગુરુને શિષ્ય પ્રત્યે કરુણાભાવ હોય છે. કરુણાના કારણે જ ગુરુ, શિષ્યને સર્વ ગુણોનું ભાજન કરવા માટે દિવસરાત મથે છે. સારણા, વારણા વગેરેની પાછળ કરુણાભાવ જ મુખ્ય કામ કરે છે.
૧૭. હનગુણ પ્રત્યે કરૂણા વિના અનુષ્ઠાન સિદ્ધ થતું નથી ? પોતે જે અનુષ્ઠાનની સાધના કરે છે તે અનુષ્ઠાન જેઓને પ્રાપ્ત થયું નથી તેવાઓ પ્રત્યે જો કરુણા ન હોય તો પોતાના અનુષ્ઠાનમાં સાધક કદી પણ સિદ્ધિ મેળવી શકતો નથી. નીચેની ભૂમિકા પર રહેલા જીવો પ્રત્યે જો કરુણાભાવ ન જાગે તો સમજવું કે સાધકને પોતાના અનુષ્ઠાનનું વાસ્તવિક પ્રણિધાન પ્રાપ્ત થયું નથી. ષોડશકાદિ ગ્રંથોમાં પ્રણિધાનના લક્ષણમાં જ હનગુણ પ્રત્યેની કરુણાનો સમાવેશ કરેલો છે. હીન ગુણ પ્રત્યે કરૂણા ઉત્પન્ન ન થાય તેમાં કેટલીક વાર સ્વોત્કર્ષ (બીજા કરતાં પોતે અધિક-આગળ રહેવાની વાસના) અથવા પરોપકર્ષ (પોતાનાથી બીજાઓને ન્યૂન-પાછળ રાખવાની વાસના) કારણ હોય છે. સ્વોત્કર્ષને સાધવામાં જીવ પોતે બીજાઓ કરતાં ચડિયાતો છે.” એમ અને પરોપકર્ષમાં બીજાઓ મારા કરતાં ઊતરતા છે' એમ બીજાઓને દેખાડવા માગતો હોય છે. જો આ વિશ્વમાં સર્વ આત્માઓ સમાન છે તે સ્વોત્કર્ષ કે પરોપકર્ષને ઇચ્છનારા કુદરતને અન્યાય કરે છે, તેથી તેનું માથું ફળ તેને મળે જ છે. કરુણા ભાવનાનો સાધક આ બન્ને પ્રકારની વૃત્તિઓથી દૂર રહે છે.
કરુણાના વિરોધી તિરસ્કાર અને ઉપેક્ષા છે. જીવને અજ્ઞાનના કારણે હનગુણ પ્રત્યે તિરસ્કાર અને દુઃખીનાં દુઃખો પ્રત્યે ઉપેક્ષા હોય છે. જે બીજાઓને તિરસ્કારે છે તે પોતે જ તિરસ્કારને પામે છે અને જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે તેને દુઃખવખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણા ભાવનાના નિરંતર અભ્યાસથી ૧. સારણા, વારણા, ચોયણા, અને પડિચોયણા આચાર્યનાં એ ચાર ખાસ કર્તવ્યો છે. પોતાની નિશ્રામાં રહેલા સાધુઓની વારંવાર સાર સંભાળ કરવી, તેમને સદાચારવાળા બનાવવા અને તેમના દોષોનું સ્મરણ કરાવવું તે સારણા કહેવાય છે. સાધુઓના સંયમમાં દોષ લાગતો હોય તો તેનું નિવારણ કરવું તે વારણા છે. સાધુઓ પ્રમાદમાં રહેતા હોય તો તેમને યોગ્ય ઉપાયોથી સન્માર્ગે વાળવા–પ્રેરણા કરવી તે ચોયણા અને જરૂર પડે વારંવાર તેવી પ્રેરણા કરતી તે પડિચોયણા કહી છે.