________________
ધર્મબીજ આ તિરસ્કાર અને ઉપેક્ષારૂપ અશુભ ચિત્તવૃત્તિઓ અને તેના ફળસ્વરૂપ તિરસ્કાર અને અસહાય દશાનો વિલય થાય છે. તેથી કરુણાભાવનાને કેળવવી તે પ્રત્યેક સાધકનું પરમ કર્તવ્ય છે.
૧૮. સર્વશ્રેષ્ઠ કરુણાઃ હિતોપદેશદાન એ સર્વ શ્રેષ્ઠ ગણાય છે. જિનપ્રવચન હિતોપદેશરૂપ છે, અર્થાત્ કરુણામય છે. શ્રી તીર્થંકરભગવંતોનું મુખ પુષ્પરાવર્ત મેઘરૂપ છે, તે મેઘમાંથી હિતોપદેશરૂપ જલની પ્રચંડ વર્ષા થાય છે. જલવર્ષા દ્વારા ભવ્ય જીવોને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે..
૧૮. ગ્લાનની ઉપેક્ષા ન કરો: “જે ગ્લાનની ઉપેક્ષા કરે છે, તે મારી ઉપેક્ષા કરે છે એવું શ્રી જિનવચન છે. આ વચન એ બતાવે છે કે કરુણાભાવનાના પાત્ર પ્રત્યે કરુણા ન કરવાથી શ્રી તીર્થકર ભગવંતની જ ઉપેક્ષા થાય છે. ઉપરના વાક્ય પરથી એ પણ ફલિત થાય છે કે ગ્લાનની સેવા એ તીર્થકરની જ સેવા છે, અર્થાત્ કરુણામાં તીર્થકરની સેવા જેટલું પુણ્ય રહેલું છે.
૨૦. જિનવચનનો સાર કરુણા છે ? દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મમાં દાન એ સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક બને પ્રકારની કરૂણામાં લઈ શકાય એવું છે. અન્નદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરેમાં પરની કરુણા તો સ્પષ્ટ છે જ પણ એ દાન વડે જે પુણ્ય વગેરેનું ઉપાર્જન થાય છે તેનાથી પોતાના આત્મા પર પણ અનુગ્રહ થતો હોવાથી દાનને સ્વાત્મવિષયક કરુણા પણ કહી શકાય. શીલાદિ ધર્મો અધઃસ્થાનવર્તી પોતાના આત્માને ઉપરિતન સ્થાન તરફ લઈ જનારા હોવાથી તે સ્વાત્મવિષયક કરુણારૂપ છે. શીલ અને તપના કારણે આરંભ, સમારંભ વગેરેમાંથી બચી જવાય છે, તેથી એકેન્દ્રિયાદિ અનેક જીવોને અભયદાન મળે છે, માટે તે બંને પરાત્મવિષયક કરુણામાં પણ લઈ શકાય. આવી જ રીતે
૧. નોપો નત્યસ્મિતાદરો વિદ્યતે વિત્ | જાદશી તુ:વિજેતા દિનાં ધર્મરાના II [ધર્મબિંદુ ૨. ૮૦]
પ્રાણીઓનાં દુઃખ વિચ્છેદ કરવાથી ઘર્મદશના જેવો ઉપકાર કરે છે, તેવો ઉપકાર આ જગતમાં બીજો કોઈથી થતો નથી. ૨. શ્રેષ્ઠ પ્રકારનો એક મેઘ