________________
७६
ધર્મબીજ करुणादिगुणोपेत:, परार्थव्यसनी सदा ।
तथैव चेष्टते धीमान्, वर्धमानमहोदय: ।।२८७।। કરુણાદિ ગુણોવાળો, સદા પારકાનાં કાર્યો કરવામાં તત્પર, બુદ્ધિમાન અને પ્રવર્ધમાન પુણ્યવાળો તે, તેવા પ્રયત્ન કરે છે.
तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः ।
તીર્થરૂમનોતિ, પરં સત્તાર્થસાધનમ્ ૨૮૮ સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતો, તે જીવોનાં કલ્યાણનું પરમ સાધન એવા તીર્થકરપદને પામે છે.
૧૫. કરુણાની વ્યાપકતાઃ જેમ આપણને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવોને તે અપ્રિય છે. પોતાને જે અપ્રિય છે, તેનું બીજાઓ પ્રત્યે આચરણ ન કરવું એ અહિંસા છે અને એ જ પરમ ધર્મ છે. અહિંસા એ કરુણાનું જ ફળ છે. એ જ રીતે સત્યાદિ વ્રતો પણ કરૂણા ભાવનામાંથી જન્મે છે. સર્વ સક્રિયાઓ, સર્વ ધર્મઅનુષ્ઠાનો, સર્વ આગમવાક્યો વગેરેની પાછળ સ્વાત્મવિષયક અથવા પરાત્મવિષયક કરુણા રહેલી છે.
નમસ્કાર મહામંત્રમાં કરુણાના સમુદ્ર પાંચ પરમેષ્ઠિઓનું જ સ્મરણ છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાપ કરનાર એવા પોતાના આત્મા પ્રત્યે કરૂણા રહેલી છે. १. 'सव्वेपाणा पियाउया सुहसाया दुक्खपडिकूला, अप्पियवहा । पियजीविणो जीविउकामा, सव्वेसिं जीवियं पियं ॥
(આચારાંગ સૂત્ર. અ૦ ૨, ૯૨-૯૩) બધાં પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સુખ પ્રિય છે, દુઃખ ગમતું નથી, વધ ગમતો નથી, જીવવું ગમે છે, જીવવાની ઇચ્છા છે, બધાને જીવન પ્રિય છે. ૨. ‘શાત્મનઃ પ્રતિનિ રેષાં ન સમાવેત્ |
“જે પોતાને પ્રતિકૂળ છે, તે બીજાઓ પ્રત્યે ન આચરવું. યોગશાસ્ત્ર ટીકા ૩. હિંસા પરમો ધર્મ | મહાભારત ૪. આત્મશુદ્ધિ માટે જૈન ધર્મમાં છ ક્રિયાઓ આવશ્યક માની છે: (૧) સામાયિક, (૨)
ચતુર્વિશતિ સ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. તેમાં પાપકર્મથી પાછા ફરવું અને પાપ કરનારે પોતાના આત્માની નિંદા, ગઈ કરવી, તેને પ્રતિક્રમણ કહેલું છે અને તેના અંગભૂત સામાયિકાદિ શેષ પાંચ આવશ્યકો સહિત તે કરવાનું હોય છે.