________________
ધર્મબીજ
બીજા દુઃખીની અપેક્ષાએ પોતાને સુખી માનવાથી ‘હું ઉચ્ચ, હું શ્રીમંત, હું દુઃખી, હું રૂપવાન, હું બળવાન, વગેરે છું’ એવું અભિમાન-દર્પ થાય છે. આ દર્પ દુ:ખી પ્રત્યે તિરસ્કાર કરાવે છે. બધાં પ્રાણીઓને આત્મતુલ્ય માનીને કરુણા ભાવનાને ચિત્તમાં સ્થિર કરનારનો અહંકાર ઓગળી જાય છે.
૭૨
પ્રત્યેક વસ્તનું બળ સ્થાનવિશેષને પામીને જ હાનિકર કે હિતકર બને છે; સ્થાન ભેદે જ વસ્તુનું હાનિકારક બળ પણ હિતકારક બને છે. વિષયોનો પ્રેમ એ હાનિકારક તત્ત્વ છે, પણ તે જ પ્રેમને જો પરમાત્મામાં જોડીએ તો લાભનો પાર ન રહે. વિષયોમાં વિરક્તિ-ઉપેક્ષા એ પરમ સુખનું સાધન છે, પણ એ જ ઉપેક્ષા જો ધર્મ તરફ થઈ જાય તો તે મહાન દુઃખોનું મૂળ બની જાય. આવી જ રીતે પોતાનાં દુઃખો પ્રત્યેનો દ્વેષ એ એક એવી આગ છે કે જે આત્માને નિરંતર બાળે છે, પણ તે જ આગ જ્યારે બીજાઓનાં દુ:ખ પ્રત્યે વળે છે, ત્યારે આગને બદલે શેકનું કામ કરે છે. જેમ શેક સોજા વગેરેથી થતાં દુઃખને દૂર કરે છે, તેમ પરદુઃખવિષયક દ્વેષરૂપ આ કરુણા ભાવના આર્તધ્યાનરૂપ મહારોગથી ઉત્પન્ન થતાં આપણાં અનેક દુઃખોનું નિવારણ કરે છે.
પોતાનાં વર્તમાનકાલીન દુઃખ ઉપર દ્વેષ કરવો તે સર્વ સંક્લેશોનું મૂળ અને અત્યંત સંકુચિત વૃત્તિ છે, તે વૃત્તિ જ્યારે સર્વ દુઃખી પ્રાણીઓનાં દુઃખ જેટલી વિસ્તૃત, અર્થાત્ સર્વ દુઃખી પ્રાણીઓનાં દુઃખ દૂર કરવાની ભાવનારૂપ બને છે ત્યારે સંક્લેશનો નાશ થાય છે અને ચિત્ત નિર્મલ બને છે.
૧૧. કરુણાભાવના તીર્થંકર પદવીનું કારણ ઃ જૈન સિદ્ધાંત મુજબ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરનારા પુણ્યાત્માઓમાં ઉપર્યુક્તવૃત્તિ મુક્તિપૂર્વેના છેલ્લા ત્રીજા ભવમાં વિશાળતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. ‘સર્વ જીવોનાં સર્વદુઃખોનું મૂળકારણ કર્મ છે, તેનાથી સર્વ જીવો મુક્ત થાઓ', એવી વિશાળ કરુણા તેમને તીર્થંકરપદની સમૃદ્ધિઓનું ભાજન બનાવે છે. આ જ સાર્વભૌમ કરુણા તેમનામાં એવી યોગ્યતા પ્રગટાવે છે કે જેથી તેઓ સર્વ જીવોનાં સર્વ દુઃખોના નાશક અનુપમ ઉપાયો શીખવાડનારું પરમ પવિત્ર તીર્થ પ્રવર્તાવે છે અને તેથી તેઓને મહાગોપ, મહાનિર્યામક, મહાસાર્થવાહ,
૧
૧. મહાગોપ - ગોપ એટલે રક્ષક, જેમ ગોવાળ પોતાની નિશ્રામાં રહેલાં પશુઓનું પાલન, સંરક્ષણ વગેરે કરે છે, તેમ શ્રી તીર્થંકર ભગવંતો સર્વ જીવોનાં પાલન (ધર્મપુષ્ટિ), અધર્મથી સંરક્ષણ વગેરે કરનારા હોવાથી તેઓ મહાગોપ છે.