________________
માધ્યસ્થભાવના
૯૯ અર્થમાં સત્ય છો, હું જ સાચો, તમે બધા ખોટા,' એમ કહીને તમારા બીજા ભાઈઓને ધિક્કારો નહિ, તેમ કરવામાં તમારી સત્યતાનો જ નાશ થાય છે. આ મહાપિતા ખરેખર મહાન છે. એકાંતવાદની પ્રરૂપણા કરીને પોતાની સામે કાંકરીઓ ફેંકનાર કુશાસ્ત્રપ્રણેતાઓ પ્રત્યે પણ તેઓ નિઃસીમ કારુણ્યને ધારણ કરે છે. મહામાધ્યશ્યમયી તેઓની દૃષ્ટિ તે કાંકરીઓને પણ અલંકારોમાં ફેરવી નાખે છે. અર્થાત્ મહામાધ્યશ્ય માટે કુશાસ્ત્રો પણ સુશાસ્ત્રો બની જાય છે.
અનેકાંતભાવનારૂપ મહાઅમૃતઃ તે મહા માધ્યસ્થનો પ્રત્યેક વિચાર અનેકાંતભાવના (સર્વત્ર અનેકાંતના ચિંતન) રૂપ મહાઅમૃતથી અતિપવિત્ર બનેલો હોય છે. ક્યા પ્રસંગે કઈ દૃષ્ટિને (કયા નયને) આગળ કરવામાં સ્વ અને પરનું હિત છે એનું તેને સતત લક્ષ્ય હોય છે. તેનાં વચનો હૃદયમાં રહેલા મહામાધ્યશ્યના કારણે સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્રમા કરતાં પણ સૌમ્ય હોય છે. વિશ્વમાં રહેલા સર્વ કલોનું સમાધાન તેના અંતઃકરણમાં રહેલું હોય છે. આ મહામધ્યસ્થની પાસે જતાં જ ચિત્તની સર્વ અશાંતિ શમી જાય છે, મન એક અવર્ણનીય તોષને અનુભવે છે અને સર્વ આંતરિક પ્રશ્નોનું તુરત નિરાકરણ થઈ જાય છે.
વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પના અપારમાર્થિક છે ? વસ્તુઓમાં પ્રિયત્વ અને અપ્રિયત્વની વ્યાવહારિક કલ્પનાને તે મહામધ્યસ્થ દેશવટો આપે છે. “મનોજ્ઞ કે અમનો જીવાજીવાદિ વસ્તુઓ પરમાર્થની રાગ ૧૧. “પુ સાર્વજુ મોડુ પરજાને ! समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः ।।
પોતપોતાના અભિપ્રાયો સાચા અને બીજા નયની યુક્તિની અપેક્ષાએ નિષ્ફળ, એવા નયોમાં જેનું મન સમભાવને ધારણ કરે છે તે મહામુનિ મધ્યસ્થ છે. (જ્ઞાનસાર અષ્ટક, ૧૬.૩)
'नियनियवयणिज्जसच्चा सव्वणया परवियालणे मोहा ।
ते पुण ण दिवसमओ विभयइ सच्चे व अलिए वा ।।' સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચા છે, પણ બીજા નયના વક્તવ્યનું નિરાકરણ કરવામાં તે ખોટા છે. અનેકાન્ત સિદ્ધાન્તનો જ્ઞાતા તે નયોનો “આ સાચા છે અને આ ખોટા
છે,' એવો વિભાગ કરતો નથી. (સંમતિતર્ક, કાં.ગા.૨૮) ૨. એકાંતવાદ કોઈ એક નયનો જ આગ્રહ ૩. ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજાએ તત્ત્વાર્થસૂત્ર પ્રથમ અધ્યાયની ટીકામાં
અનેકાંતભાવનાનો નિર્દેશ કર્યો છે.