________________
૧૦૦
ધર્મબીજ કે દ્વેષની ઉત્પાદક નથી", કિન્તુ પોતાનો મોહનીય કર્મનો ઉદય જ તેનો ઉત્પાદક છે. અપરાધ વસ્તુઓનો નથી. કિન્તુ મોહ-મૂઢતાનો છે, વસ્તુ માત્ર પોતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે, એક વસ્તુ તરફ આત્માને અમુક વખત રાગ જન્મે છે, જ્યારે બીજી વખત તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ થાય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ હોય છે, તે જ સમયે બીજી વ્યક્તિને તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ હોય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ હોય છે, તે જ સમયે બીજી વ્યક્તિને તે જ વસ્તુ અન્ય અપેક્ષાએ દ્વેષનું નિમિત્ત બને છે, એમ પ્રિયત્વ કે અપ્રિયત્વ અપારમાર્થિક છે,' વગેરે નિશ્ચયનયાભિપ્રેત ભાવનાથી તે મહામધ્યસ્થ વ્યવહારને પાળવા છતાં સર્વદા સમ રહે છે. આવું સમત્વ જ જ્ઞાનયોગ છે.
સર્વકાર્યોની સિદ્ધિ આત્મામાં છે. તે મહામધ્યસ્થને પોતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિ પોતાના આત્મામાં જ દેખાય છે, “મારી સિદ્ધિનો હેતુ મારા આત્મામાં રહેલી શુદ્ધિ અને અસિદ્ધિનો હેતુ મારા આત્મામાં રહેલી અશુદ્ધિ છે, મારો આત્મા જ મારા ઇષ્ટ કે અનિષ્ટના હેતુ છે. આપત્તિમાં મારે મારી આત્મશુદ્ધિને સાધના દ્વારા, વધારવી જોઈએ, એ શુદ્ધિ જ મારી આપત્તિ નિવારી શકે' વગેરે નૈૠયિક ભાવનાઓ ચિત્તમાં અતિ દઢ થયેલી હોય છે. બાહ્ય વસ્તુઓ તરફ લઈ જનારા વિકલ્પોને તેના મનમાં
સ્થાન જ હોતું નથી. લોકોથી મળતાં નમન, વંદન, સ્તુતિ, પ્રશંસા, નિંદા વગેરે રૂપ તીવ્ર બાણો માધ્યશ્ચભાવનારૂપ મહાકવચને ધારણ કરનાર તે મહામધ્યસ્થ મુનિના મર્મને વીંધી શકતાં નથી. જેના હૃદયમાં માધ્યશ્ય નથી તેવા મુનિના જ ચારિત્રદેહને આ બાણો છિન્નભિન્ન કરી નાખે છે.
આત્મામાં રહે તે મધ્યસ્થ: મધ્ય એટલે આત્મા. જેમ વર્તુળને મધ્યબિંદુ હોય છે, તેમ સર્વ પ્રવૃત્તિચક્રોનું કેન્દ્ર આત્મા છે. મધ્ય એવા આત્મામાં રહે તે મધ્યસ્થી તાત્પર્ય એ છે કે મહામધ્યસ્થ સર્વદા સ્વરૂપમાં જ રમે છે. કર્તુત્વ, ૧. પોડશક' ૧૩, શ્લોક ૧૦ની ટીકામાં જુઓ તસ્વસર ઉપેક્ષાનું વિશિષ્ટ વર્ણન. २. 'वंदिजमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति ।
दंतेण चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ।।' (आवश्यक नियुक्ति.) - વશ કરેલા મનવડે રાગદ્વેષનો નાશ કરનારા ધીર મુનિવરો કોઈ વંદન કરે ત્યારે ઉત્કર્ષને ધરતા નથી અને કોઈ નિંદા કરે તો ગુસ્સે થતા નથી, કિન્તુ સદા સંયમમાં રમે છે.