________________
માધ્યસ્થભાવના
૧૦૧ ભોક્નત્વ વગેરે ભાવોને ગૌણ કરીને આ મહામધ્યસ્થ પદ્ગલિક ભાવોનો સાક્ષીમાત્ર રહે છે અને દ્રષ્ટા બનવાથી તે કર્મોથી લપાતો નથી.
સ્વદર્શન પ્રત્યે પણ રાગ નહીં તે મહામધ્યસ્થનું માધ્યશ્ય એટલું બધું ઉચ્ચ બની ગયું હોય છે કે તેને સ્વદર્શન પ્રત્યે રાગ અને પરદર્શન પ્રત્યે દ્વેષ પણ હોતો નથી. તે કેવળ સત્યનો જ આશ્રય કરે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી કહે છે :
'न श्रद्धयैव त्वयि ! पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर ! प्रभुमाश्रिता: स्मः ।।'
[અયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા] હે વીર ! અમને કેવળ શ્રદ્ધાથી આપના ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આસપણાની પરીક્ષાથી અમે આપનું પ્રભુ તરીકે શરણ સ્વીકાર્યું છે.
ચારિજીવિની ન્યાયઃ પરમમધ્યસ્થ શ્રી વીતરાગભગવંત સિવાય અન્ય દેવતાઓને માનનારા જીવો પ્રત્યે પણ ચારિસંજીવિની ન્યાયથી તે મહા
૧ સંજીવિની નામની વનસ્પતિનો વેલો ચરાવતાં પશુને મનુષ્ય બનાવ્યો તે ન્યાયે, આ ન્યાયનું દષ્ટાંત નીચે પ્રમાણે છે :
સ્વસ્તિમતી નગરીમાં બ્રાહ્મણની એક પુત્રી અને તેની અત્યંત પ્રીતિપાત્ર સખી હતી. તે બંને સદ્દા સાથે રહેતી, પરન્તુ વિવાહ થવાથી જુદા જુદા સ્થળે રહેવાનું થયું.
એક વાર બ્રાહ્મણની પુત્રી સખીને મળવા માટે તેના ઘરે ગઈ. સખીએ કહ્યું કે “મારો પતિ મારે આધીન ન હોવાને કારણે હું બહું જ દુઃખી છું. બ્રાહ્મણ પુત્રીએ સખીને કહ્યું, “તું ચિંતા ન કર, હું તારા પતિને જડી ખવરાવી બળદ બનાવી દઈશ.” પછી તેને ભોજન સાથે જડી ખવરાવી બળદ બનાવી દીધો. પતિ બળદ બનવાથી પત્ની ઘણી દુઃખી થઈ. તે હંમેશાં પોતાના બળદ પતિને ચરાવવા લઈને જતી હતી અને તેની સેવાશ્રુષા કરતી હતી. એક દિવસે તે વડના ઝાડ નીચે બેસીને બળદને ચરાવતી હતી, ત્યારે વિદ્યાધરનું એક યુગલ વડની શાખા ઉપર બેસી આરામ લેતું હતું. વાતચીત કરતાં પ્રસંગે વિદ્યાધર બોલ્યો, “આ બળદ સ્વાભાવિક નથી, પણ જડી ખવરાવવાથી પુરુષ મટીને બળદ થયેલો છે. જો તેને સંજીવિની નામે જડી ખવડાવવામાં આવે તો તે બળદ મટીને પુનઃ પુરુષ થાય. તે સંજીવની પણ આ વડની નીચે જ છે. તે સાંભળી તેની સ્ત્રીએ બળદને સંજીવની ચરાવવાનો વિચાર કર્યો, પરંતુ તે સંજીવનીને ઓળખતી