________________
મૈત્રીભાવના છે. પરમવત્સલ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનું શાસન અત્યંત ગૂઢ છે. તે શાસનનો દિવ્ય પ્રકાશ તે જ આત્માઓમાં સ્કુરાયમાન થાય છે કે જેઓ પોતાનાં હૃદયને મૈત્રીભાવનાથી અત્યંત ભાવિત કરે છે. શ્રી જૈન શાસનના આનંદરસને તેઓ જ લૂંટી શકે છે કે જેઓ નિષ્કામમૈત્રીના બળે પોતે પ્રસન્ન રહે છે અને સમાગમમાં આવનારાઓમાં પણ મૈત્રીથી અવર્ણનીય આનંદ જગાવે છે. હવે મૈત્રીને આજના વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ :
આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી અનેક પોષક તત્ત્વો (Vitamins) આપણા શરીરને મળે છે અને તેથી આરોગ્ય જળવાઈ રહે છે.
જ્યારે આ પોષક તત્ત્વો (વિટામીન બી કોમ્પલેક્સ, થીયોમીન ક્લોરાઈડ વગેરે) શરીરને પૂરતા પ્રમાણમાં નથી મળતાં, ત્યારે એક પ્રકારની નબળાઈ શરીરમાં ઉત્પન્ન થાય છે, તેની અસર આપણા સ્વભાવ પર પડે છે, એ સ્વભાવમાં બીજાઓ પ્રત્યેના દ્વેષની માત્રા ઘણી વાર વધી જાય છે અને તેથી મૈત્રી દુઃશક્ય બને છે.
Hypertension (હૃદયના, રક્તના, હોજરીના વગેરે) બધા જ રોગો પ્રાયઃ અમૈત્રી, તીવ્ર દ્વેષ, તીવ્ર વૈર, વગેરેમાંથી ઉત્પન્ન થાય છે. અમૈત્રીના પરિણામ વખતે જઠરગ્રંથિના રસો, મોંની લાળ વગેરેથી આઘાત પહોંચે છે, તેની અસર શરીર પર થાય છે. ક્રોધ, વૈર, તિરસ્કાર વગેરેના પ્રસંગોમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનો વેગ વધે છે અને લોહી મગજ તરફ ધસે છે, તેના કારણે શરીરનું આરોગ્ય બગડે છે. " માનસશાસ્ત્ર “Love Your Enemies' તમારા દુશ્મન સાથે પ્રેમ કો, એ બાઈબલના વાક્યને દવા તરીકે માને છે. અર્થાત્ મૈત્રી એ સર્વ શારીરિક કે માનસિક રોગોની દવા છે. હૃદયનો હુમલો દબાણ વગેરે રોગો મૈત્રીથી મટે છે.
મૈત્રીથી મુખનું સૌંદર્ય વધે છે. વૈર અને તિરસ્કારની કઠોર વૃત્તિઓ મુખની સુંદરતાનો ઘાત કરે છે. હોલીવુડના સિતારકો ઉપરના બાઈબલના વાક્યને ‘Beauty Formula-સૌંદર્યવર્ધક સૂત્ર માને છે. મૈત્રીથી વેપારમાં પણ ઘણા લાભો થાય છે. શાંત મગજવાળો માણસ વેપારમાં લાભ મેળવે છે, કેટલાક