________________
૧૦
ધર્મબીજ
અમેરિકન વેપારીઓ ઉપરના સૂત્રનો ‘વ્યાપાર સૂત્ર’ તરીકે ઉપયોગ કરે છે.
મૈત્રીભાવનાની ખરી કસોટી ઉપસર્ગ વખતે થાય છે. ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જ્યારે આપણા ચિત્તમાં પ્રેમનો પ્રવાહ વહેવા લાગે છે, ત્યારે જ તે મૈત્રી ઉત્તમ કહેવાય છે.
પણ
શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવની સાધનાના કાળનો પ્રસંગ છે. પ્રભુ એક વનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે, એક ગોવાળીઓ તેમને બે બળદિયાઓને સંભાળવાનું કહીને ગામમાં ચાલ્યો જાય છે, પાછો આવીને જુએ છે ત્યારે બળદિયાઓને દેખતો નથી, પ્રભુને અનેક વખત પૂછે છે, ધ્યાનસ્થ પ્રભુ તરફથી એક પણ પ્રત્યુત્તર મળતો નથી, પરિણામે ગોવાળિયાને લાગે છે કે આણે જ બળદિયા સંતાડ્યા છે. તેથી ખિજાય છે, તેનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે છે અને પ્રભુના કાનમાં ખીલા ઠોકે છે. કેવી કઠોર સજા ! અને તે પણ કેવા નિરપરાધી મહાત્માને !!
આવી અસહ્ય વેદના કરનાર પ્રત્યે પણ પ્રભુના મનમાં કેવી અદ્ભુત મૈત્રી? ક્રોધથી ધમધમતો આત્મા સામે હોય ત્યારે મૈત્રીભાવનાની પરીક્ષા થાય છે. ગોવાળિયા પ્રત્યે લેશ પણ ક્રોધ નથી, શૈશવ અવસ્થામાં અંગૂઠાના સ્પર્શમાત્રથી પર્વતરાજ મેરુને પણ કંપાવનાર પ્રભુ કયાં અને આ ગોવાળિયો કચાં ? ધાર્યું હોત તો પ્રભુ શું ન કરી શકત ? પણ ક્ષમરૂપ જલના સ્વયંભૂરમણસમુદ્રસમા અને જેમનાં હૃદયમાં મૈત્રી રમી રહી છે એવા મહા પુરુષો કદી પણ બીજાને ઈજા પહોંચાડતા નથી. પોતાને મૃત્યુના મુખમાં ધકેલનાર પ્રત્યે પણ તેઓ તેમના હૃદયમાં તો માતાનું વાત્સલ્ય જ હોય છે. ‘સામી વ્યક્તિનું ન બગડો, તેનું કલ્યાણ થાઓ' એવી શુભ ભાવનામાં તેઓ નિરંતર રમતા હોય છે. નથી જોયું આપણે કે, ઉપસર્ગો કરી કરીને થાકી ગયેલા અને અંતે નિરાશ થઈને પાછા પોતાનાં સ્થાન તરફ જતા સંગમને જોઈને પણ પ્રભુની આંખો કરુણાનાં અશ્રુઓથી ઊભરાઈ ગઈ હતી !
ચંડકૌશિક સર્પને પ્રતિબોધ કરવા જતા પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના હૃદયમાં મૈત્રીભાવનાની પરાકાષ્ઠા દેખાય છે. દૃષ્ટિવિષ સર્પે ક્રૂરતાથી પોતાની સર્વશક્તિ સાથે પ્રભુ પર વિષમય જ્વાળાઓ ફેંકી, કેટલાય માણસોના પ્રાણ એની જ્વાળાઓએ લીધા હશે, પણ મૈત્રીભાવનારૂપ