________________
પરિશિષ્ટ
૧૨૭ ગુણોમાં પક્ષપાતવાળા અને પરનાં હિતકારી કાર્યોમાં આનંદવાળા, બીજાના સુખને પોતાનું સુખ માનનારા, દીન-દુઃખી પર અનુકંપાવાળા, બીજાના હિતને ઇચ્છનારા, ઉપકાર કરવામાં બીજાનાં કુશલોને પોતાનાં માનનારા, બીજા પરાભવ કરનાર પ્રત્યે પણ દયાર્દ્ર મનવાળા, શિવ (પવિત્ર) મનવાળા, પારકાના ગુણો જોવામાં ઉન્મુખ, બીજાની ગુહ્ય વાતને પ્રગટ નહિ કરનારા, પ્રિય વચન બોલનારા, સુખદુઃખમાં સમાન વૃત્તિવાળા વગેરે.
सर्वेऽपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामया: ।
सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग् भवेत् ।।
સર્વ સુખી થાઓ ! સર્વ રોગરહિત થાઓ ! સર્વ કલ્યાણને પામો! કોઈ પણ દુઃખી ન થાઓ !
धर्मस्य विजयो भूयाद् अधर्मस्य पराभव: ।
सद्भावना प्राणभृतां भूयाद् विश्वस्य मङ्गलम् ।। ધર્મનો વિજય થાઓ. અધર્મનો પરાજય થાઓ. પ્રાણીઓને શુભભાવના થાઓ. વિશ્વનું મંગલ થાઓ !
सहृदयं सांमनस्यमविद्वेषं कृणोमि वः ।। अन्यो अन्यममिहर्यत वत्सं जातमिवाघ्न्या ।।
અથર્વવેદ, ૩-૩૦-૧ હું (અથર્વવેદ) સદુપદેશ વડે તમારા સૌના હૃદયને સહદય, સમાનભાવવાળું અને વિદ્વેષરહિત કરું છું. જેમ ગાય નવીન જન્મેલ વત્સ પ્રત્યે અત્યંત સ્નેહ રાખે છે, તેમ તમે સૌ પરસ્પર રાખો. ન રામાવત: રાત્તિ:, ગરાન્તસ્ય સુતો સુરમ્ |
ગીતા, ૨-૬૬ જેની પાસે ભાવનાઓ નથી તેને શાંતિ ન હોય. એવા અશાન્તને સુખ કયાંથી હોય ?
દતે ! દંદ મા મિત્રચ મા, चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम् ।