________________
ધર્મબીજ
છેલ્લાં બે અનુષ્ઠાનોના પ્રીતિ, ભક્તિ, વચન, અને અસંગએમ ચાર પ્રકારો પણ શાસ્ત્રોમાં જોવામાં આવે છે. તેમાં પણ ક્રમશઃ પ્રમોદભાવનો વિકાસ છે. પ્રીતિ અને ભક્તિ એ નામો પણ પ્રમોદનાં દ્યોતક છે જ.
૨૯. ગુરુકુલવાસ : ચારિત્રપાલનમાં ગુરુકુલવાસ અગત્યનું સ્થાન ધરાવે છે. ગુરુકુલવાસનું મૂળ પણ કૃતજ્ઞભાવ છે. શિષ્યને ગુર્વાદિ પોતાના ઉપકારકો પ્રત્યે કૃતજ્ઞભાવ ન હોય તો ગુરુ શિષ્યભાવ ટકી શકતો જ નથી. કૃતજ્ઞતા, વિનય, વૈયાવૃત્ય વગેરે ગુણોનાં મૂળમાં પણ પ્રગટ કે પ્રચ્છન્નપણે પ્રમોદભાવના જ કામ કરે છે. ગુરુને શિષ્યના ગુણો પ્રત્યે અને શિષ્યને ગુરુના ગુણો પ્રત્યે જો પ્રમોદ ન હોય તો તે સાચો ગુરુકુલવાસ નથી.
૩૦. સત્કાર્યોનું મૂળ જગતમાં જે કોઈ સત્કાર્યો થાય છે, તેમાં પ્રેરક બળ પ્રમોદભાવના જ છે. જિનમંદિર વગેરે ધર્મસ્થાનો પણ પ્રમોદભાવનાના પાયા પર ઊભાં થાય છે. જિનમંદિરાદિ બંધાવનારને એ વિચારણા હોય છે કે સર્વગુણસંપન્ન એવા શ્રી અરિહંત પરમાત્માનો જગત ઉપર મહાન ઉપકાર છે, તેઓની ભક્તિ આ જિનમંદિરમાં થશે, તેથી અનેક ભવ્ય આત્માઓ ધર્માભિમુખ થશે અને ધર્મમાં જોડાવવાથી અનેક ગુણો તેમાનામાં પ્રગટશે. અહીં ‘ભવિષ્યમાં ગુણો પ્રગટશે” વગેરેનો હર્ષ એ પ્રમોદભાવનો સૂચક છે.
૧. ચાર અનુષ્ઠાનોની વિશેષ સમજ માટે “જ્ઞાનસાર સ્વોપજ્ઞ ટબો, અષ્ટક ૨૭-૭ જુઓ. २. णाणस्स होइ भागी थिरयरओ दंसणे चरिते अ । ધMI લાવવા, ગુરુવાસં ન મુવંતિ | વિશેષાવશ્યક ભાષ્ય. ગાળ ૩૪૫૯.
ગુરુકુલવાસમાં રહેનાર સમ્યજ્ઞાનનો ભાગી બને છે તથા દર્શન અને ચારિત્રમાં સ્થિર-સ્થિરતર બને છે. માટે ધન્ય પુરુષો માવજીવ સુધી ગુરુકુલવાસને છોડતા નથી. ૩. કરેલા ઉપકારને જણાવો તે કૃતજ્ઞભાવ. ‘ગુરુ જ્ઞાનાદિ આપવા દ્વારા મારા પર મહાન ઉપકાર
કરે છે'. એવો સતત ખ્યાલ રહે તેને કૃતજ્ઞભાવ કહેવામાં આવે છે. “લલિતવિસ્તરા” માં પુરતુત્તમાં પદની ટીકામાં શ્રી જિનેશ્વરદેવના આત્માઓ માટે કૃતજ્ઞતાપતા: એવું એક વિશેષણ વાપર્યું છે. જગતમાં સર્વ શ્રેષ્ઠ કૃતજ્ઞતા શ્રી તીર્થકર ભગવંતના આત્માઓમાં શ્રેય છે. શ્રી તીર્થકરોને તીર્થંકરપદવી અપાવનારાં અનેક કારણો છે, તેમાં પરમકૃતજ્ઞભાવ પણ
એક કારણ છે. ૪. વૈયાવૃત્ય = ધર્માચાર્ય વગેરે પૂજ્યોની સેવા.