________________
માધ્યશ્યભાવના ૧. માધ્યશ્યનો કરુણા સાથે સંબંધ અને વ્યાખ્યા કરુણામાં સર્વ દુઃખીઓનાં દુઃખને દૂર કરવાની ઇચ્છા અને તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન છે. વિશ્વના દુઃખી જીવોમાં કેટલાક જીવો એવા પણ હોય છે કે જેમનાં દુઃખને દૂર કરવાના પ્રયત્નો આપણે કરીએ તો ઊલટા તેઓ આપણી સામે થાય છેઆપણને અપકારક માને છે. તેઓ અંતરથી એમ ઇચ્છે છે કે આપણે તેમની વચ્ચે ન પડીએ તો સારું. આવા જીવો પ્રાયઃ અવિનીત નિર્ગુણ, વિપરીત વૃત્તિવાળા અને હિંસાદિ ક્રૂર કર્મોમાં નિઃશંક હોય છે. તેવાઓ પ્રત્યે વાણીથી અને કાયાથી મૌન તે માધ્યય્યર છે. મનમાં તો તેમના પ્રત્યે કરૂણા જ ભાવવી જોઈએ. ઘાતકી કાર્યો કરનારા વિનયરહિત જીવો પ્રત્યે ઉદાસીન ભાવ તે માધ્યથ્ય છે.
- ૨. માધ્યશ્યના પર્યાયો : માધ્યશ્યના મધ્યસ્થતા, વૈરાગ્ય, શાન્તિ, ઉપશમ, પ્રશમ, ઉપેક્ષા, ઉદાસીનતા, તટસ્થપણું વગેરે પયાર્યો છે.
૩. ઉદાસીન, તટસ્થ અને મધ્યસ્થ અંગેની એક વિચારણા ઉદાસીન, તટસ્થ અને મધ્યસ્થ એ ત્રણ શબ્દોના ગર્ભમાં પેસવાથી એક નવો પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. “ઉ” એટલે ઉપર” અને “આસીન એટલે બેઠેલો, ‘ટ’ એટલે કિનારો અને “0” એટલે રહેલો. “મધ્ય એટલે વચ્ચે ૧. કાયાથી મૌન = કાયાથી કોઈ પણ પ્રવૃત્તિ-ચેષ્ટા ન કરવી. २. 'क्रूरकर्मलक्षणाविनीतेषूदासीनतालक्षणात्मपरिणामरूपत्वं माध्यस्थ्यलक्षणम् ।' 'सत्तेसु मज्झत्ताकारप्पवत्तिलक्खणा उपेक्खा ।'
(આઈદર્શનદીપિકા ૪૩૪) જીવો વિષે મધ્યસ્થપણે પ્રવૃત્તિ તે ઉપેક્ષા છે. વિશુદ્ધિમગ ૯-૯૬. ૩. Early Buddhism(પ્રાચીન બૌદ્ધધર્મ)માં અને The Path of Purification (વિશુદ્ધિમગ્ગ)માં ઉપેક્ષા માટે ‘Equanimity' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.