________________
૫૪
ધર્મબીજ ૩૩. આત્મસ્થિતિ વિષયક પ્રમોદ : “મને મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમકુલ, પંચેન્દ્રિય પરિપૂર્ણ શરીર, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણ, શ્રદ્ધા વગેરે કેટલાં બધાં મોક્ષનાં સાધનો મળ્યાં છે. આ સાધનોથી રહિત એવા અનંતાનંત જીવો આ ભવચક્રમાં અનેક દુઃખોથી પીડાઈ રહ્યા છે, સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ આ સાધનોને ઝંખી રહ્યા છે, પુણ્યના યોગે હું કેટલો ઊંચે આવ્યો છું? કેટલી કેટલી દુર્લભ આ મારી વર્તમાન સ્થિતિ ?” વગેરે વિચારણા એ આત્મા સ્થિતિવિષયક પ્રમોદ છે. આ પ્રમોદ જીવને સાધનામાં આગળ વધારે છે અને સામાન્ય જીવોને અત્યંત દુષ્કર એવાં અનેક વિશિષ્ટ અનુષ્ઠાનોને આચરવાનું અપૂર્વ બળ આપે છે.
૩૪. ભગવાનના શાસન માટે આત્મીયભાવ ઃ “શ્રી અરિહંત ભગવંતોનું આ શાસન અત્યંત ઉત્તમ છે. નિશ્ચયથી મારો આત્મા પણ અરિહંતના આત્મા જેવો જ છે, તેથી તેમનું શાસન અપેક્ષાએ મારું જ શાસન છે. તેમનાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મારાં જ છે. ચતુર્વિધ સંઘ મારો છે' ઇત્યાદિ વિચારણા પણ એક જાતિનો પ્રમોદ છે. આવા પ્રમોદથી શાસનના પ્રત્યેક અંગ તરફ અદ્ભુત આદર અને વાત્સલ્ય જાગે છે, જેમ માતા પોતાના પુત્રોના દોષને ગૌણ બનાવે છે અને ગુણોને જોઈ જોઈને રાજી થાય છે, તેમ આપણને પણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે બધાના ગુણો જોઈને આનંદ થવો જોઈએ. આવો પ્રમોદ પરાકાષ્ઠાને પામે તો તેથી શ્રી તીર્થંકરનામ કર્મ ઉપાર્જન થાય, તેમાં કશું જ આશ્ચર્ય નથી.
૩૫. બીજાના સુખને જોઈને સંતુષ્ટ બનો: બીજાના સુખને જોઈ સંતુષ્ટ થવું એ પણ એક પ્રકારનો પ્રમોદ ભાવ છે. સામાન્યતઃ સુખ ચાર પ્રકારનું છે –
(૧) આપાતરમ્ય સુખઃ જે સુખ તત્કાલ રમણીય લાગે, પણ પરિણામે ૧. સાધુ = સંન્યસ્ત સંયમી પુરુષ સાધ્વી = સંન્યસ્ત સંયમી સ્ત્રી. શ્રાવક = ધર્મશ્રદ્ધા પૂર્વક
આંશિક સંયમને સ્વીકારનાર ગૃહસ્થ. શ્રાવિકા = ધર્મશ્રદ્ધાપૂર્વક આંશિક સંયમને ધારણ કરનાર ગૃહિણી. ૨. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ જૈન સંઘ. ૩. ‘પરસુવતુર્મુદિતા ' ષોડશક પ્રકરણ.