________________
પ્રમોદભાવના
૫૫ અસુંદર હોય તે “આપાતરમ્ય” સુખ. જેમ કે અપથ્ય આહારાદિથી મળતું વૈષયિક સુખ.
(૨) સદ્ધતુ સુખઃ જે ઐહિક સુખ તત્કાલ રમણીય અને પરિણામે (આ લોક પૂરતું) સુંદર હોય તે “સદ્ધતુ સુખ. જેમ કે સ્વાદિષ્ટ પણ પથ્ય આહારનું સેવન વગેરે.
(૩) અનુબંધયુક્ત સુખ ઃ ધર્મના પાલનથી ઇહ-પરલોકમાં મળતું અવિચ્છિન્ન સુખ. જેવું કે પુણ્યાનુબંધિપુણ્યથી મળતું બાહ્ય સુખ.
(૪) પરમ સુખ : મોહનીયાદિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું આત્મસ્વભાવજન્ય અવ્યાબાધ અનંતું સુખ.
આમાં પ્રથમનાં બે સુખો મૈત્રીભાવનાનાં અને અંતિમ બે સુખો પ્રમોદભાવનાના વિષય છે. બીજાના સુખમાં સંતુષ્ટ થવાથી મન પ્રસન્ન બને છે અને તેથી પોતાનાં જ સુખની ચિંતારૂપ જે સર્વ સંક્લેશોનું મૂળ આર્તધ્યાન તે નાશ પામે છે.
૩૬. ચિનોક્ત પ્રમોદભાવના પરમોચ્ચ છે. બીજી ભાવનાઓ તો અન્ય દર્શનોમાં પણ મળશે, કિન્તુ સુંદર પ્રમોદભાવના શ્રી જિનશાસનમાં જેવી બતાવવામાં આવી છે. તેવી બીજે ક્યાંય જોવા કે સાંભળવા નહીં મળે. ધર્મનાં ત્રણ અંગો છે : કરવું, કરાવવું અને અનુમોદવું. તેમાં છેલ્લું અંગ પ્રમોદભાવરૂપ છે. અન્ય દર્શનોમાં કરવું અને કરાવવું બે અંગો દેખાય છે, કિન્તુ અનુમોદનારૂપ ધર્મની તો ગંધ પણ ત્યાં નથી. જો અનુમોદના જ નથી તો સુંદર પ્રમોદભાવ ત્યાં શી રીતે હોઈ શકે ? અનુમોદના રૂપ ધર્મની શક્તિ અચિંત્ય છે, તે અખૂટ પુણ્યનું ઉપાર્જન કરાવે છે. કરવું અને કરાવવું એ બે અંગોની સફળતાનો આધાર પણ અનુમોદના પર જ છે.
૩૭. પ્રમોદભાવનાં ફળોઃ પ્રમોદભાવનાના સતત અભ્યાસથી પુણ્યનું આકર્ષણ વધતું જાય છે. ઈર્ષ્યા, અસૂયા વગેરે અશુભ માનસવૃત્તિઓ નાશ પામે છે, શુભવૃત્તિઓ જાગે છે, સત્કાર્યો કરવાનો ઉત્સાહ પ્રવર્ધમાન બને છે. મનમાંથી ઈર્ષ્યા, અસૂયા વગેરે મેલો ધોવાઈ જવાના કારણે વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે અને આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન