________________
પરિશિષ્ટ
૧૩૭.
दीपार्थिनामहं दीप: शय्या शय्यार्थिनामहम् ।। दासार्थिनामहं दासो भवेयं सर्वदेहिनाम् ।।
બોધિચર્યાવતાર, ૩-૧૭-૧૮. હું અનાથોનો નાથ, પથિકોનો સાર્થવાહ પાર ઊતરવાની ઇચ્છાવાળા માટે નૌકા, અથવા ચાલવાની ઇચ્છાવાળા માટે પૂલ, દીપકના ઇચ્છુઓ માટે દીપક, શય્યાર્થીઓ માટે શય્યા અને દાસના અર્થીઓ માટે દાસ બનું! दृश्यन्ते एते ननु सत्त्वरूपास्त एव नाथा: किमनादरोऽत्र ।
શિક્ષાસમુચ્ચય, ૭. ભગવાન બુદ્ધો જ સર્વ જીવોનાં રૂપમાં દેખાઈ રહ્યા છે, તે જીવોને વિષે અનાદર કેમ કરાય?
तथागताराधनमेतदेव स्वार्थस्य संसाधनमेतदेव । लोकस्य दुःखापहमेतदेव तस्मान्ममास्तु व्रतमेतदेव ।।
બોધિચર્યાવતાર, ૬-૧૨૭. આ જીવસેવા જ તથાગતની – બુદ્ધની આરાધના છે, સ્વાર્થ(કલ્યાણ)ને સાધનારી પણ એ જ છે અને લોકનાં દુઃખને દૂર કરનાર પણ એ જ છે, તેથી જીવ-સેવા એ જ મારું વ્રત હો.
आदीसकायस्य यथा समन्तात्, न सर्वकामैरपि सौमनस्यम् । सत्त्वव्यथायामपि तद्वदेव, न प्रीत्युपायोऽस्ति दयामयानाम् ।
બોધિચર્યાવતાર, ૬-૧૨૩. જેનું શરીર ચારે બાજુથી બળી રહ્યું છે તેને સર્વ ઇષ્ટ વસ્તુઓ મળે તો પણ જેવી રીતે મનની પ્રફુલ્લતા પ્રાપ્ત ન થાય, તેવી રીતે જ જીવોને વ્યથિત કરવાથી કોઈ પણ રીતે દયામય એવા બુદ્ધ ભગવાનોની પ્રીતિ પ્રાપ્ત ન થાય. (અર્થાત્ જીવોને દુઃખ આપવાથી ભગવાનની કૃપા આપણા પર ઊતરતી નથી.)
हस्तादिभेदेन बहुप्रकार: कायो यथैक: परिपालनीय: । तथा जगद् भिन्नमभिन्नदुःख-सुखात्मकं सर्वमिदं तथैव ।।
બોધિચર્યાવતાર, ૮-૯૧