________________
૧ ૩૮
ધર્મબીજ હાથ પગ વગેરેના ભેદથી શરીરમાં ભેદ હોવા છતાં પણ જેમ શરીરને એક જ માનીને તેનું પાલન કરીએ છીએ, તેવી જ રીતે આ જગત ભલે જુદાં જુદાં રૂપોમાં દેખાય, પણ તેને પોતાથી અભિન્ન સુખ-દુઃખાત્મક- સમજીને તેનું પરિપાલન કરવું જોઈએ.
अहो ! बतातिशोच्यत्वमेषां दुःखौघवर्तिनाम् । ये नेक्षन्ते स्वदौ:स्थित्यमेवमप्यतिदुःस्थिता: ।।।
બોધિચર્યાવતાર, ૯-૧૬૦. અહો ! આ દુઃખપ્રવાહમાં નિમગ્ન પ્રાણીઓની અવસ્થા અતિ શોચનીય છે, તેઓ દુઃખિત હોવા છતાં પણ પોતાની દુઃખી અવસ્થાને જોઈ શકતા નથી.
एवं दुःखाग्नितप्तानां शान्तिं कुर्यामहं कदा । पुण्यमेघसमुद्भूतैः सुखोपकरणैः स्वकैः ।
બોધિચર્યાવતાર, ૯-૧૬૩. આ રીતે દુઃખાગ્નિમાં સતત પ્રાણીઓને હું પોતાની પુણ્યરાશિથી ઉત્પન્ન થયેલાં સુખને આપનારાં ઉપકરણો વડે ક્યારે શાન્તિ આપીશ?
स्वप्राणानां जगत्प्राणैर्नदीनामिव सागरैः ।
अनन्तैर्यो व्यतिकरस्तदेवानन्तजीवनम् ॥ અસીમ સમુદ્રની સાથે નદીઓના મિલનની જેમ જગતના અનંત પ્રાણીઓનાં પ્રાણોની સાથે પોતાના પ્રાણોનું ભેદરહિત જે મહામિલન, તેનું જ નામ “અનંતજીવન” છે.
माता यथा नित्यं पुत्तं आयुसा एकपुत्तमनुरक्खे ।
एवं पि सव्व भूतेसु मानसं भावये अपरिमाणं ।। માતા જેમ પોતાના પ્રાણ આપીને પોતાના એક માત્ર પુત્રની રક્ષા કરે છે, તેમ સર્વ જીવો પ્રત્યે અમર્યાદ મૈત્રીભાવવાળું હૃદય હું ધારણ કરું !
૧. જગતનાં સુખદુઃખને પોતાનું સુખ-દુ:ખ સમજીને.