________________
માધ્યસ્થભાવના આગળ કરવાનું છે) લેવું જોઈએ. છતાં આ બે પ્રકારો અતિ ઉપયોગી હોવાથી પૃથર્ જણાવ્યા છે.
સુખ કે દુઃખવિષયક માધ્યશ્ય શ્રી તીર્થકર ભગવંતોનાં જીવનમાં પરાકાષ્ઠાને પામેલું દેખાય છે. શ્રી શાંતિનાથ ભગવાનના જીવનમાં ચક્રવર્તીપણાનો ભોગ હોવા છતાં તેઓ તેમાં લિપ્ત થયા ન હતા, એ તેઓનું સુખવિષયક પરમ માધ્યચ્યું હતું. આ જાતિનાં માધ્યથ્યમાં સર્વ સાંસારિક ઇચ્છાઓનો વિચ્છેદ થઈ ગયેલો હોય છે. અને પ્રવૃત્તિ કેવળ કર્મના ઉદયના કારણે જ હોય છે. આ સ્થિતિને પામેલા મધ્યસ્થ મહાત્માઓની રતિ કેવળ શુભવેદનીય કર્મના ઉદયથી જ હોય છે. આ માધ્યશ્મનો સમાવેશ “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં ‘કાન્તા' નામની દૃષ્ટિમાં કરવામાં આવ્યો છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે “આ દૃષ્ટિમાં ભોગને ભોગવતી વખતે પણ આત્મશુદ્ધિનો પ્રલય (કર્મ બંધ) થતો નથી, ઉપરાંત શુદ્ધિની વૃદ્ધિ (કર્મ નિર્જરા) થાય છે. જેમ મૃગજળને મૃગજળ તરી જાણનાર કોઈ પણ આપત્તિ કે ઉદ્વેગ વિના તેમાંથી પસાર થઈ જાય છે, તેમ ભોગોને સ્વરૂપથી મૃગજળ જેવા જોતો અને અનાસક્ત રીતે ભોગવતો એવો યોગી પરમપદને પામે છે. “આ દૃષ્ટિમાં આત્માની ઘર્મશક્તિ પ્રબળ દાવાનળ જેવી હોય છે, તેને ભોગસંયોગરૂપ સામાન્યવાયુ શી રીતે ઓલવી શકે ? આ અવસ્થામાં વિષયપ્રવૃત્તિનો સંકલ્પ અને વિષયનિવૃત્તિમાં શ્રમ પણ હોતો નથી. ઇન્દ્રિયોના વિકારી સ્વભાવનો અહીં વિલય થઈ જાય છે.'
આવું પ્રકૃષ્ટ માધ્યચ્ય શ્રી તીર્થકરોને ગર્ભાવસ્થાથી જ હોય છે. ૧૧. જૈન દર્શન ૨૪ તીર્થકરને માને છે. તેમાંના ૧૬ મા તીર્થંકર. ૨. આ પ્રવૃત્તિને અન્ય દર્શનકારો “યોગમાયા' કહે છે. ૩. ઉદય પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મનાં ફળનો અનુભવ (વિપાક). ૪. સુખ કે દુઃખનો અનુભવ કરનાર કર્મને જૈન શાસ્ત્રો અનુક્રમે શુભ (શાતા) વેદનીય અને
અશુભ (અશાતા) વેદનીય કર્મ કહે છે. ૫. કર્મનિર્જી-કર્માણુઓનું આત્માથી પૃથક્ થવું. ६. 'असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुष: ।'
આસક્તિ રહિત કર્મ કરતો પુરુષ મોક્ષને પામે છે. ભગવદ્ગીતા ૩. ૯૧.