________________
૩૪
ધર્મબીજ
દૃષ્ટાંતોનો સંગ્રહ વગેરે ૭. ઉપાયોનો સંગ્રાહક શબ્દ : મૈત્રીભાવના ૮. ટૂંકી વ્યાખ્યાઃ “પરહિતચિંતા = મૈત્રી' ૯. પ્રકારો : ઉપકારિવિષયક, સ્વજનવિષયક, આશ્રિતવિષયક,
પરિચિતવિષયક, સાધર્મિકાદિવિષયક, દેશવિષયક, માનવતાવિષયક
અને સર્વજીવવિષયક મૈત્રી વગેરે ૧૦. દષ્ટાંતો શ્રમણ ભગવાન શ્રી મહાવીર, મેઘરથ રાજા, શ્રી ગૌતમસ્વામી
અને અંતમાં આપેલાં આઠ દૃષ્ટાંતો. ૧૧. કેટલીક વિચારણાઓ : પરસ્પરોપગ્રહો ગીવાનામ્ અપરાધી કર્મ છે,
માનવભવની દુર્લભતા, વૈરનાં કટુ ફળો, વિશ્વબંધુત્વ, વસુધૈવ કુટુમ્, નિશ્ચયથી સર્વ જીવોની સમાનતા, સંગ્રહનયથી “આત્મા એક જ છે', વ્યવહાર માનેલું વૈચિત્ર્ય કર્મકૃત છે, સ્યાદ્વાદ એ મૈત્રીનું શ્રેષ્ઠ સાધન છે. અહિંસામય અને ક્ષમાપ્રધાન જિનપ્રવચને મૈત્રીમય છે, શ્રી
જિનશાસનનાં રહસ્યો માટે મૈત્રી સુંદર ક્ષયોપશમ આપે છે વગેરે. ૧૨. મૈત્રીથી થતા લાભોઃ પોતાનાં તેમ જ બીજાનાં સુખમાં વૃદ્ધિ, શાંતિ,
વૈરનાશ, આરોગ્ય, નિર્ભયતા, પરોપકારિતા, કૃતજ્ઞતા, ઔદાર્ય, વિશાળતા, સજ્જનતા, ક્ષમા, સરળતા વગેરે ગુણોની ખીલવટ, સત્ત્વશીલ-પ્રજ્ઞામાં વૃદ્ધિ, ચિત્તની પ્રસન્નતા; ધર્મમાં પ્રગતિ, દુઃખોનો નાશ, સર્વનો સદ્ભાવ અને શ્રી તીર્થકરત્યાદિ પદવીઓની પ્રાપ્તિ વગેરે.
મૈત્રી ભાવનાને નમસ્કાર મૈત્રી ભાવના સમાપ્ત.
0
0
0