________________
મૈત્રીભાવના
(સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણ ઃ સુખી કે પુણ્યવાન, અથવા સર્વ જીવો. ૨. તેના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણઃ સ્વાર્થ, સ્નેહ, પોતાના
વ્યક્તિગત સુખ ઉપરનો રાગ, બીજાનું બૂરું કરવાની વૃત્તિ, દ્વેષ, સામા જીવે કરેલા ઉપકારોની વિસ્મૃતિ, કૃતજ્ઞતા, અહંકાર, અજ્ઞાન, મોહ
વગેરે. ૩. ઉપાદાન કારણરૂપ વૃત્તિઓનો આકાર: “મને જ બધાં સુખો મળો,”
દુઃખ કોઈ પણ ન આવો,” “મારી સાથે અન્યાય કરનાર દુઃખી થાઓ, “બીજાને સુખ ન મળો,” ઇત્યાદિ. ૪. નિમિત્ત અને ઉપાદાનના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમલોઃ સુખી પર ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ વગેરે. કોઈ જીવ પોતાનાં સુખમાં ભાગ પડાવવા
આવે અથવા દુઃખ આપે ત્યારે ક્રૂરતા, વૈર, ક્રોધ વગેરે. ૫. તે મલોમાંથી નીપજતા અનર્થો પોતાના તેમ જ બીજાના સુખનો
નાશ, કલહ, મારામારી, ખૂન, યુદ્ધ, અશાંતિ, ક્લેશ વગેરે. ૬. ચિત્તમલનાશક અને સુખવર્ધક ઉપાયો વ્યક્તિગત સ્વાર્થને છોડી '. ' બધા સુખી થાઓ', “કોઈ પણ દુઃખી ન થાઓ.” “બધા ધર્મને પામો,”
બધાનાં કર્મોનો સર્વથા ક્ષય થાઓ,' વગેરે શુભભાવના, ઈર્ષ્યા, અસૂયા વગેરેનો ત્યાગ, સર્વ જીવોને મિત્રની આંખે અથવા માતાના હૃદયે જોવું, સર્વ મારા મિત્ર છે, કોઈ પણ શત્રુ નથી” વગેરે ભાવનાઓનો સતત અભ્યાસ, શિવમસ્તુ સર્વનરાત:...', ‘મ કાર્પત કડપિ નિ ..” વગેરે શ્લોકોનું વારંવાર રટણ, પરમચૈત્રીથી પરિપૂર્ણ એવા શ્રી પરમેષ્ઠિ ભગવંતોની ભક્તિ, ધર્મબીજ” જેવાં પુસ્તકોનું મનન; પરોપકાર; બીજાનું કામ કરવાનો ઉત્સાહ, સ્વાવલંબી જીવન, ક્ષમાયાચના, સરલતા અને નમ્રતાને સાધવાની વૃત્તિ, પૂર્વે બતાવેલા વિશ્વનિયમોમાં પ્રતીતિ,