________________
માધ્યસ્થ્ય ભાવના
(સંક્ષિપ્ત)
૧. વિષય : (અ) આત્મપ્રંશસક, અપ્રજ્ઞાપ્ય, અવિનીત, હિંસાદિ ક્રૂર કર્મ આચરનાર, ઉન્માર્ગગામી, અહિતસમાચરણ કરનાર, ધર્મદ્વેષી, અપમાન કરનાર વગેરે અતિપાપી જીવો. (બ) ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુઓ.
૨. ઉપર્યુક્ત વિષયના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણ (અશુભ વૃત્તિઓ): (અ) પાપી તરફ દ્વેષ, ક્રોધ, તિરસ્કાર, દુષ્ટને સજા કરવાની વૃત્તિ વગેરે. (બ) ઇષ્ટ પ્રત્યે રાગ, અનિષ્ટ પ્રત્યે દ્વેષ, અનુકૂળતા ગમવી, પ્રતિકૂળતા ન ગમવી વગેરે.
૩. અશુભ વૃત્તિઓનો આકાર ઃ (અ) ‘દુષ્ટને સજા થવી જ જોઈએ’ વગેરે (બ) ‘મને ઇષ્ટ મળો, અનિષ્ટ ન મળો' વગેરે.
૪. ઉપર્યુક્ત વિષયો અને અશુભ વૃત્તિઓના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્તમલો : (અ) ક્રોધ, દ્વેષ, અમર્ષ વગેરે (બ) ઇષ્ટના સંયોગમાં તથા અનિષ્ટના વિયોગમાં રાગ, ઇષ્ટના વિયોગમાં તથા અનિષ્ટના સંયોગમાં દ્વેષ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન વગેરે.
૫. તે ચિત્તમલોથી થતા અનર્થો : (અ) પાપીઓનો પોતાના પર દ્વેષ, પાપીઓ તરફથી થતા પ્રત્યાઘાતો, તેમને સુધારી ન શકાય વગેરે (બ) ઇષ્ટને મેળવવા માટે અને અનિષ્ટને ટાળવા માટે કાયિક અને વાચિક અશુભ યોગો, વિભાવોમાં રમણતા વગેરે.
૬. ચિત્તમલનાશક અને ચિત્તસુખવર્ધક ઉપાયો : (અ) ‘પાપીઓ પાપથી વિરમો' એવી ભાવના, પાપીઓ પ્રત્યે ક્રોધ, દ્વેષ વગેરે ન કરવાં, તેઓ ભવિષ્યમાં સુધરે એવી ભાવના, મૌન વગેરે અરાગદ્વેષવૃત્તિતાનો અભ્યાસ, અનેકાંતવાદનો અભ્યાસ વગેરે.
૭. ઉપાયોનો સંગ્રાહક શબ્દ : માધ્યસ્થ્યભાવના.
૮. પર્યાયો : માધ્યસ્થ્ય, ઔદાસીન્ય, ઉપેક્ષા, અરાગ-દ્વેષવૃત્તિ વગેરે.
૯. ટૂંકી વ્યાખ્યાઓ : (અ) પાપિપુ ઉપેક્ષા (ચ) સર્વત્ર સરનદ્વેષવૃત્તિ: