________________
૧૧૨
ધર્મબીજ
૧૦. પ્રકારો : અતિપાપી વિષયક અહિત. અકાલ, અપમાન, સાંસારિક, દુઃખ, ગુણ મોક્ષ અને સર્વવિષયક.
૧૧. દૃષ્ટાંતો : શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી વીર ભગવાન, ધન્ના શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ગજસુકુમાલ, ખંધકમુનિ, ખંધકમુનિના ૫૦૦ શિષ્યો વગેરે.
૧૨. ફળો : (અ) પાપીઓ તરફથી પ્રત્યાઘાતો થતા નથી, તેમને સુધારી શકાય છે. ગાંભીર્ય, સમત્વ, પૂજ્યતા, ક્રોધ, દ્વેષ તિરસ્કારાદિનું શમન, આત્મશાંતિ વગેરે (બ) સંક્લેશનાશ, આર્ટરૌદ્રધ્યાનનાશ, ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ, ન્યાય્ય પ્રવૃત્તિ, ઇન્દ્રિયજય, આસનજય, વીતરાગતા, કર્મનિર્જરા, સ્વસ્વરૂપમાં રમણતા, સર્વગુણ સંપન્નતા, સત્ત્વશીલ-પ્રજ્ઞામાં વૃદ્ધિ, જિનપ્રવચનરહસ્યજ્ઞાન વગેરે.
૧૩. વિશેષ મુદ્દાઓ
:
• જે દોષોનું દૂરીકરણ અસંભવિત છે, તેની ઉપેક્ષા કરવી.
અબતલી એવા શ્રી તીર્થંકર ભગવંતો પણ જગતને પાપથી સર્વથા મુક્ત કરી શકયા નથી, તો પછી મારું શું ગજું ? વગેરે સદ્વિચાર. સાંસારિક સુખ બહુતર દુઃખથી અનુવિદ્ધ હોવાથી દુઃખ જ છે. સર્વવિષયક માધ્યસ્થ્ય અનેકાંતજ્ઞને હોય છે.
• જિનપ્રવચનનું લક્ષ્ય ‘જીવને’ સર્વત્ર મધ્યસ્થ બનાવવો' એ છે. અનેકાંતવાદ અને નયવાદનું જ્ઞાન.
• વસ્તુતત્ત્વનો યથાર્થ નિર્ણય.
♦ સર્વ જોડકાંઓ (ઉત્સર્ગ-અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, વિધિ-નિષેધ વગેરે) પ્રત્યે સાપેક્ષતા.
આગમિક પદાર્થોના આગમથી અને યુક્તિગમ્ય પદાર્થોનો તર્કથી નિર્ણય.