________________
૯૭.
માધ્યસ્થભાવના ઘઉં વગેરે ધાન્યને ઇચ્છનાર અને તે ઇચ્છાની પરિપૂર્તિ માટે ઘઉં વગેરેને વાવનાર પુરુષને ઘઉં સાથે ઘાસ વગેરે પણ મળે છે, તેમ મોક્ષ માટે સાધના કરનારને મોક્ષ તો મળે જ છે પણ તે પૂર્વે અનેક લબ્ધિઓ તેના આત્મામાં ઉત્પન્ન થાય છે. જેમ વાવનારને ઘાસની પ્રાપ્તિમાં તેના તુચ્છત્વનો ખ્યાલ હોવાથી ગર્વ થતો નથી, તેમ ગુણવિષયક માધ્યથ્ય ધારણ કરનાર મોક્ષાર્થી મહામુનિઓને તે લબ્ધિઓ અહંકાર માટે થતી નથી. તેઓ વિચારે છે કે, “આ લબ્ધિઓ જે ભાવથી પ્રગટેલી છે તે યોપશમભાવ તો આત્માની અપૂર્ણતા છે. આત્માની અપૂર્ણતામાં વળી આનંદ માનવાનો કેવો?'
(૮) મોક્ષવિષયક માથથ્યઃ ગુણવિષયક માધ્યચ્યા પછી મોક્ષવિષયક માધ્યથ્ય ઉત્પન્ન થાય છે. આ દશમાં “યોગવિંશિકા' વગેરે ગ્રંથોમાં વર્ણવેલા અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થામાં મોક્ષ પ્રત્યેનો તેનો રાગ પણ વિલીન થઈ જાય છે. અહીં ભવ અને શિવ (મોક્ષ) બંને સમાન લાગે છે અને આત્મા સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં મગ્ન બને છે. ' (૯) સર્વવિષયક માધ્યશ્ય નિશ્ચયનયના મતે શુભ કે અશુભરૂપે પરિણમેલા સર્વજીવો અને સર્વપુદ્ગલોમાં રાગદ્વેષરહિત પરિણતિ તે સર્વવિષયક માધ્યશ્ય છે. આ શ્રેષ્ઠ માધ્યશ્ય શ્રી કેવલિ (સર્વજ્ઞ ભગવંતોને હોય છે. શ્રી કેવલિભગવંતોએ બતાવેલાં તત્ત્વોનું અનેકાંત દૃષ્ટિએ ચિંતન કરનાર મહાત્માઓને પણ આ માધ્યશ્ય સ્વયમેવ વરે છે, આ માધ્યશ્કનાં ભાજન તેઓ જ બની શકે છે કે જેઓ સ્વપર આગમન પારને પામેલા છે અને જેમની બુદ્ધિ નયોનાં રહસ્યજ્ઞાનથી સૂક્ષ્માતિસૂમ બની ગઈ છે. આ માધ્યથ્યને ધારણ કરનાર મહામુનિઓ જગતનાં સર્વવિચારો અને સર્વવચનો પ્રત્યે મધ્યસ્થ હોય છે. આ માધ્યશ્મનો અર્થ સર્વનયાવગ્રાહી (સર્વનયસાપેક્ષ) આત્મ-પરિણામ એમ કરી શકાય, પ્રત્યેક વિચારો એ એક નય (અપેક્ષા) રૂપ છે. વિચારો અનંતાનંત છે, માટે નયો પણ અનંતાનંત છે. બાળ જીવોના ઉપકાર માટે બુદ્ધિનિધાન શ્રી ગણધર ભગવંતોએ તે નયોની સાત સ્થૂલ વિભાગોમાં વહેંચણી કરી છે. પૂર્વે આ ૧. ક્ષયોપશમભાવ = જીવની શક્તિઓનો આંશિક આવિર્ભાવ. ૨. યોગવિંશિકામાં ભક્તિ, પ્રીતિ, વચન અને અસંગ એ ચાર પ્રકારનાં યોગાનુષ્ઠાન વર્ણવ્યાં " છે, તેમાનું ચોથું. ૩. ગણધરો – જિનવચનને સૂત્રરૂપે ગ્રંથનાર મહાજ્ઞાનીઓ.