________________
७०
ધર્મબીજ
સાર્વભૌમ નિર્ભયતા મળે છે. આવી નિર્ભયતા ક્ષાયિક દર્શન વિના સંભવતી જ નથી, તેથી પૂર્વે અભયદાનનું ફળ ક્ષાયિક દર્શન કહ્યું છે. દીન દુઃખીને સહાય કરવામાં પોતાનું વીર્ય ફોરવનાર આત્માને પરંપરાએ અનંત વીર્ય મળે, તેમાં કંઈ આશ્ચર્ય નથી.
૧૦. સ્વદુઃખને દૂર કરવાનો ઉપાય ઃ “મને કદી પણ દુઃખ ન આવો' ઇત્યાદિ લાગણી જીવોમાં અનાદિ કાળથી હોય છે. આ લાગણી દ્વેષરૂપ છે અને તેનો વિષય પોતાનું દુઃખ છે. જીવ કર્મને પરવશ છે, માટે ` તેને પ્રતિકૂળ સંયોગોમાં મૂકાવું પડે છે. પ્રતિકૂળ સંયોગો એ દુઃખનાં નિમિત્ત છે. જીવને પોતાનાં દુઃખ પ્રત્યે દ્વેષ હોવાથી તેવા સંયોગો પર પણ તેને દ્વેષ થાય છે. સ્વદુઃખવિષયક દ્વેષને શાસ્ત્રકારો દાહની ઉપમા આપે છે. આ દાહ જીવને સતત બાળ્યા કરે છે.
લગભગ બધા જીવો દુઃખને દૂર કરવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. પણ દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાનો પ્રયત્ન કોઈક (વિરલ) મહાત્મા જ કરે છે. વર્તમાન દુઃખને (ઉદયપ્રાપ્ત પાપકર્મને ) દૂર કરવું, એ જીવના હાથમાં નથી પણ તે દુઃખ ઉપરના દ્વેષને દૂર કરવામાં પોતે સ્વતંત્ર છે. દુઃખ પરનો દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુઃખ રહેતું નથી, અર્થાત્ પીડા કરતું નથી.
પોતાનાં દુઃખ પર રહેલા દ્વેષને દૂર કરવાનો સરલ ઉપાય કરુણાભાવના છે. કરુણાભાવના એટલે બીજાઓનું દુઃખ દૂર કરવાની વૃત્તિ. જે આપણને પોતાના દુઃખ ઉપર દ્વેષ થાય છે, તેને બદલે બીજાઓનાં દુ:ખ પર દ્વેષ થવો જોઈએ અને તે દુઃખો દૂર કરવાની તાલાવેલી જાગવી જોઈએ. બીજાઓનાં દુ:ખો દૂર કરવાની ચિંતા જાગતાં પોતાનું દુઃખ ભુલાઈ જાય છે. પોતાનાં વર્તમાન દુઃખને ભૂલી જવામાં જ સુખ-પ્રાપ્તિનું મૂળ છુપાયેલું છે. વ્યક્તિગત કેવળ સ્વ દુઃખ પ્રત્યેના દ્વેષને સર્વ દુઃખી જીવોના દુઃખ વિષયક બનાવવો, એ જ કરુણા ભાવનાનું રહસ્ય છે. ‘મારાં દુઃખો નાશ પામો' એવી ૧. ‘શ્રીમદ્ ભાગવત’ના નવમા સ્કંધના એકવીસમા અધ્યાયમાં રાજા રંતિદેવનો પ્રસંગ આવે છે. તે કહે છે.
‘न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्धियुक्तामपुनर्भवं वा ।
आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तःस्थितो येन भवन्त्यदुःखाः ।।'
‘હું ઈશ્વર પાસેથી અષ્ટઋદ્ધિયુક્ત ઉચ્ચગતિ માગતો નથી, તેમ જ મુક્તિ પણ માંગતો