________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ समाचरन्ति परपुरुषप्रवेशं, ततोऽमीषां जनानां शरीरेष्वनुप्रविष्टा निजविजयहष्टास्ते भद्र! प्रेक्षणकमिदं प्रेक्षन्ते । प्रकर्षः प्राह-मामक! तर्हि कथं तानेवंस्थितानपि भवान् साक्षात्कुरुते? विमर्शेनोक्तंअस्ति मे योगाञ्जनं विमलालोकं नाम, तबलेनेति । प्रकर्षेणोक्तं-ममापि क्रियतां तस्याञ्जनस्य दानेनानुग्रहो येनाहमपि तानवलोकयामि । ततो विमर्शेनाञ्जितं प्रकर्षस्य तेन योगाञ्जनेन लोचनयुगलं, अभिहितश्च-वत्स! निरूपयेदानीं निजहृदयानि, निरूपितानि प्रकर्षेण । ततः सहर्षेणाभिहितमनेनमाम! दृश्यते मयाऽप्यधुना कृतराज्याभिषेको महामोहादिपरिकरितो मकरध्वजः ।
મકરધ્વજનો રાજ્યાભિષેક તેથી આ પ્રમાણે અવધારણ કરીને મારે મારા સેવક મકરધ્વજને માનવવાસનું રાજ્ય આપવું જોઈએ એ પ્રમાણે અવધારણ કરીને, મહામોહ રાજા વડે તિજઆસ્થામાં રહેલા તે સર્વ પણ મહીપાલો રાજાઓ, આમંત્રિત કરાયા. કઈ રીતે આમંત્રિત કરાયા ? તે ‘કુતથી બતાવે છે – અરે ! અરે ! તમે સાંભળો. મારા વડે ભવચક્ર નગરના અંતભૂત માનવાવાસ નગરમાં મકરધ્વજને રાજ્ય આપવું જોઈએ. ત્યાં સન્નિહિત સમસ્ત એવા તમારા વડે રહેવું જોઈએ. આતો મકરધ્વજનો, પદાતિભાવ
સ્વીકાર કરવો જોઈએ. રાજ્યઅભિષેક કરવો જોઈએ. તમોએ આજ્ઞાનિર્દેશકારી થવું જોઈએ. યથાયોગ્ય રાજ્યકાર્યો અનુસરવાં જોઈએ. સર્વથા સમસ્ત સ્થાનોમાં અપ્રમાદ કરવો જોઈએ. મારા વડે પણ=મહામોહ વડે પણ, આવા રાજયમાં સ્વયં મહત્તમપણું સ્વીકારવું જોઈએ. તે કારણથી તમે સજ્જ થાઓ. આપણે તે નગરમાં જઈએ. ત્યારપછી જમીન ઉપર સ્થાપન કરાયેલા હાથ અને મસ્તક વડે સમસ્ત તે રાજાઓ વડે કહેવાયું. દેવ=મહામોહ, જે આજ્ઞા કરે છે. ત્યારપછી મહામોહ રાજા વડે મકરધ્વજ કહેવાયો. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – હે ભદ્ર ! મકરધ્વજ ! તે પુરમાં=માનવવાસપુરમાં, રાજ્યમાં રહેલા તારા વડે પણ આ રાજાઓનું પોતપોતાનું જે કંઈ પણ યથાયોગ્ય આભાવ્ય છે-તે તે રાજાનું જે જે માલિકીનું છે તે હરણ કરવું જોઈએ નહીં. પુરાતનરૂપ સંભાવનાથી સર્વ પણ આ જોવા જોઈએ. મકરધ્વજ વડે કહેવાયું. મોહરાજા જે આદેશ કરે છે. ત્યારપછી=મોહરાજાએ મકરધ્વજને માનવાવાસમાં રાજ્ય સોંપ્યું ત્યારપછી, તે સર્વ પણ=મકરધ્વજ અને અન્ય સર્વ પણ કષાય-નોકષાય અને મહામોહ વગેરે સર્વ પણ, આ નગરમાં=માનવાવાસમાં, આવ્યા. માનવવાસપુર રાજ્યમાં મકરધ્વજ અભિષેક કરાયો. શેષ વડે યથાયોગ્ય તેનો વિયોગ સ્વીકારાયો=તેનો પદાતિભાવ સ્વીકારાયો. અને આ બાજુ માનવવાસવર્તી લલિતપુરમાં જે આ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયેલો લોલાસ નામનો બહિરંગ રાજા દેખાય છે તેથી મકરધ્વજને રાજય અપાયું તેથી, તે મકરધ્વજ વડે સસૈન્ય પીરજનવાળો આકલોલા નામનો રાજા, સ્વમાહાભ્યથી જીતીને આ રીતે બહિરંગ બગીચાઓમાં નિઃસારિત કરાયો. અને વરાક એવો આગલોલાક્ષ નામનો રાજા, તેના વડે મકરધ્વજ વડે, પોતાને નિર્જીત થયેલો જાણતો નથી. વળી આ લોકો તેનાથી મકરધ્વજથી, અભિભૂત થયેલા પોતાને જાણતા નથી. તેથી તે ભદ્ર ! પ્રકર્ષ ! આ વ્યતિકરથી=મકરધ્વજથી તે લોકો અભિભૂત છે તે જાણતા નથી