________________
૧૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેઓમાં જ ઉત્તમ ગુણો આવે છે, અને તે જીવો પ્રાયઃ સુંદર આકૃતિવાળા હોય છે. તેથી ગુણો પણ પ્રાયઃ સુંદર આકૃતિમાં વસે છે. (૬) દરિદ્રતા નારી :
વળી, પાપોદયના પેટાભેદ અંતરાયકર્મને આગળ કરીને જીવમાં દરિદ્રતા પ્રગટ થાય છે. દરિદ્રતાની પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તો પણ કારણ બને છે. જેમ અગ્નિ આદિથી, ચોરો આદિથી કે જુગાર આદિથી કે વ્યસનાદિથી ધનનો નાશ થાય છે ત્યારે દરિદ્રતા આવે છે. તોપણ અંતરંગ રીતે અંતરાયકર્મ દરિદ્રતા પ્રત્યે મુખ્ય કારણ છે, અને ચોરી આદિ નિમિત્ત કારણ છે. વળી જેનામાં દરિદ્રતા હોય છે તેઓ ખોટી આશાના પાશથી સમૂઢ વર્તે છે. વળી, પોતાની પાસે ધન છે તેવા પ્રકારના ગંધથી રહિત છે. દૈન્ય, પરિભવ, મૂઢપણું, પ્રાયઃ ઘણા પુત્રો, હૃદયની સંકુચિતતા, માંગણસ્વભાવ, લાભનો અભાવ, ઇચ્છાનો અનુચ્છેદ, સુધા, અરતિ, સંતાપ, એ સર્વ દરિદ્રતા સાથે થનારા પ્રતિકૂળ ભાવો છે. વળી, પુણ્યોદયથી પ્રયુક્ત લોકોના આલ્લાદને કરનારો ઐશ્વર્ય નામનો પુરુષ છે. ઐશ્વર્યનો ઉદય જે જીવોમાં વર્તે છે તે જીવો સુખી, આનંદ-પ્રમોદવાળા, લોકોને વલ્લભ આદિ અનેક ભાવોથી યુક્ત હોય છે અને પોતે સુખી છે એમ માને છે. દરિદ્રતા તે સર્વને ક્ષણમાં નાશ કરીને દાન કરે છે. તેથી દરિદ્રતાથી હણાયેલા લોકો દુઃખથી પીડિત, ગાઢ વિÓલતાને પામેલા, ખોટી આશાથી ધન લેશની પ્રાપ્તિની ઇચ્છાથી અનેક ઉપાયોમાં પ્રવર્તે છે. દિવસ-રાત દુઃખી દુઃખી થાય છે. તે સર્વ પાપી એવી દરિદ્રતાથી વિલસિત છે. આ રીતે દરિદ્રતાનું વાસ્તવિક સ્વરૂપ ભાવન કરીને ભવચક્રનું વિડંબનાવાળું સ્વરૂપ અવલોકન કરે છે, જેથી ભવ પ્રત્યે વિરક્ત થયેલા તે જીવોને ક્વચિત્ પૂર્વ કર્મના ઉદયથી દરિદ્રતા, કુરૂપતા આદિ ભાવો પ્રાપ્ત થયા હોય તો પણ તે સર્વના કોઈ જાતની વ્યાકુળતા વગર તત્ત્વનું યથાર્થ ભાવન કરીને દ્રવ્યથી દરિદ્ર હોવા છતાં ભાવથી અદરિદ્ર બને છે. તેથી કોઈ બાહ્ય નિમિત્તો તેઓને ક્લેશ કરનારાં બનતાં નથી. પરંતુ તત્ત્વનું ભાવન કરીને ઉત્તમ ચિત્ત નિષ્પન્ન કરે છે. જેથી ભાવથી ઉત્તમ ચિત્તને કારણે દરિદ્ર અવસ્થામાં પણ ચક્રવર્તી કરતાં સુખી રહી શકે છે. (૭) દુર્ભગતા નારી :
વળી, નામકર્મના ઉદયથી જીવને દુર્ભગતા પ્રાપ્ત થાય છે. અને બહારનું નિમિત્ત વિરૂપપણું, દુઃસ્વભાવપણું, ખરાબ કૃત્યો કરવાની પ્રકૃતિ, ખરાબ વચનો બોલવાની પ્રકૃતિ, દુર્ભગતા પ્રત્યે નિમિત્ત કારણ છે. પરમાર્થથી દુર્ભગત નામકર્મ જ કારણ છે. આથી જ દુર્ભગત નામકર્મનો ઉદય ન હોય તો બાહ્યથી ખરાબ પ્રકૃતિવાળા જીવો પણ ક્યારેક લોકોમાં માન-સન્માનાદિ પ્રાપ્ત કરે છે તોપણ ખરાબ સ્વભાવો દુર્ભગતાને ઉદયમાં લાવવા કારણ છે. આથી જ ખરાબ પ્રકૃતિવાળા જીવોનું દુર્ભગતા નામકર્મ નિમિત્તને પામીને વિપાકને પામે છે, ત્યારે જગતમાં તિરસ્કારને પામે છે. તેથી દીનતા, બધાથી અભિભવ, લજ્જા, ચિત્તમાં દુઃખનો અનુભવ, ન્યૂનતા, વેષની હીનતા, વિજ્ઞાનથી હીનતા, ફલની હીનતા વગેરે દુર્ભગતા સાથે પરિવારરૂપે વર્તે છે. આથી જ દુર્ભગ નામકર્મના ઉદયવાળા જીવો વેશ પહેરવામાં અજ્ઞાનવાળા હોય છે. બોધ કરવામાં મૂર્ખ જેવા હોય છે. કોઈ ફલ સાધવાના અસમર્થ હોય છે. આ સર્વ દુર્ભગતા સાથે થનારા પરિણામો છે. વળી નામકર્મના