________________
૩૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
एवं च व्यवस्थितेभार्यादोषेण यो नाम, प्रव्रज्यां समुपागतः । न च साऽपि परित्यक्ता, सर्वथा येन पापिनी ।।३६३।।
શ્લોકાર્થ :
અને આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છત=રસનાને ઓળખીને વિચક્ષણસૂરિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે=ભાર્યાના રસનાના દોષથી જે હું, પ્રવજ્યાને પામ્યો, અને પાપી એવી તે પણકરસના પણ, સર્વથા જેના વડે (મારા વડે) ત્યાગ કરાઈ નથી. ll363 શ્લોક -
यश्च पालयतेऽद्यापि, कुटुम्बं तदवस्थितम् ।
तस्य मे कीदृशी नाम, प्रव्रज्या भूप! कथ्यताम्? ।।३६४।। શ્લોકાર્ચ -
અને જે હજી પણ તદ્ અવસ્થિત કુટુંબને પાળે છે અંતરંગ શુભોદય, બુદ્ધિ, વિમર્શ, પ્રકર્ષ આદિ પોતાના કુટુંબનું પાલન કરે છે. હે રાજન ! તે મારી પ્રવજ્યા કેવા પ્રકારની કહેવાય? જે કુટુંબનો ત્યાગ કરે, પાપી પત્નીનો ત્યાગ કરે તેને જ પરમાર્થથી પ્રવજ્યા કહેવાય. ll૩૬૪ll શ્લોક :
तथापि ते महाराज! यन्ममोपरि गौरवम् ।
तर्कयन्नपि तत्राहं, न जाने बत कारणम् ।।३६५ ।। શ્લોકાર્થ :
તોપણ હે મહારાજ ! તારો જે મારા ઉપર ગૌરવ છે–ત્યાગી તરીકેનો આદર છે. તેમાં તર્ક કરતો પણ હું કયા કારણે મારા ઉપર રાજાનો આટલો આદર છે એનો વિચાર કરતો પણ હું, ખરેખર કારણ જાણતો નથી. ll૩૬પી
શ્લોક :
યત: – सदोषेऽपि गुणारोपी, जगदालादकारकः । किमेषोऽचिन्त्यसौन्दर्यः, सज्जनप्रकृतेर्गुणः ।।३६६।।