________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના
૩૪૯ પ્રકારના છીએ તે કારણથી હું હે રાજન ! તેવા પ્રકારનો દુષ્કરકારક છું અર્થાતુ પોતાની પત્ની=રસનાને અકિંચિત્થર કરી. લોલતાને દૂર કરી. તેવા પ્રકારનો દુષ્કર કરનાર હું છું. આ રીતે વિવેકપૂર્વક પોતાની વાસ્તવિક સ્થિતિ બતાવીને મદ વગરના વિચક્ષણસૂરિને જોઈને નરવાહનરાજા વિચારે છે. અહો, ભગવાને પોતાના ચરિત્રના કથન દ્વારા મારો મોહ વિલય કર્યો. વળી કેવો સુંદર ભગવાનના વચનનો વિન્યાસ છે કે જેથી લેશ પણ અમે દુષ્કરકારક છે એવો અભિમાન ધારણ કરતા નથી. વળી કેવું વિવેકપૂર્વકનું તેમનું કથન છે, અને મારા ઉપર અનુગ્રહ કરનારા મહાત્મા છે. વળી, મહાત્માના કથનમાં રહેલા પરમાર્થ જોનારો હું થયો છું; કેમ કે મોહનાશ માટે સત્ત્વશાળી જીવો બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને આવા જ અંતરંગ કુટુંબના બળથી સતત આત્મકલ્યાણ કરે છે તેમ મને મહાત્માના વચનથી બોધ થયો છે. તેથી જ રાજા મહાત્માને કહે છે, જેવા પ્રકારનું તમને અંતરંગ કુટુંબ પ્રાપ્ત થયું, તેવા પ્રકારનું અંતરંગ કુટુંબ અધન્ય એવા મારા જેવા પ્રાપ્ત કરી શકતા નથી.
વળી જૈનપુરમાં રહેલા અને જૈનભાવલિંગમાં વર્તતા ભગવાનને આવો ગૃહસ્વધર્મ સુંદર છે. આથી જ અંતરંગ ક્ષયોપશમભાવના ગુણોને ધારણ કરીને ભગવાન મહાત્માએ અત્યંત દુર્જય એવી રસનાને અકિંચિત્કર કરી અને લોલનાને પણ દૂર કરી. અને મહામોહાદિ વર્ગને જીતીને જૈનપુરમાં સાધુ મધ્યમાં કુટુંબ સહિત= અંતરંગ કુટુંબ સહિત, તમે રહ્યા છો અને છતાં તમે દુષ્કરકારક નથી, તો જગતમાં અન્ય કોણ દુષ્કરકારક કહી શકાય. માટે પરમાર્થથી તમે જ દુષ્કરકારક છો. આ પ્રકારે મહાત્માના ગંભીર ભાવોને જાણીને નરવાહનરાજા કહે છે, જેઓને આવો ઉત્તમ વૃત્તાંત પ્રાપ્ત થયો છે તેઓ જ જગતમાં વંદ્ય છે એમ મને ભાસે છે. વળી, આ સર્વ સાધુઓને પણ આવો વૃત્તાંત પ્રાપ્ત થયો છે કે નહીં એ પ્રકારે રાજા પ્રશ્ન કરે છે, તેથી ફલિત થાય કે માત્ર વેશને જોઈને રાજા તેમને વંદ્ય સ્વીકારતો નથી. પરંતુ જે પ્રમાણે મોહને નિરાકરણ કરીને અંતરંગ કુટુંબ સહિત સૂરિ જૈનપુરમાં રહ્યા છે તેમ જો આ સાધુઓ હોય તો તે પણ વંદ્ય છે. આ પ્રકારે નરવાહનરાજાને સ્થિર નિર્ણય થાય છે. વળી, વિચક્ષણસૂરિ કહે છે. હે રાજા ! તને પણ આવો વૃત્તાંત પ્રાપ્ત થાય જો તું મારી જેમ ઉચિત યત્ન કરે.
ત્યારપછી વિચક્ષણસૂરિ રાજાને કહે છે ક્ષણમાં હું તને વિવેકપર્વત બતાવું. તેથી તને સ્વયં જ આવું કુટુંબ પ્રાપ્ત થાય. અને જો તે વિવેકપર્વતને જોઈને તે અંતરંગ કુટુંબને તું સ્વીકાર કરીશ તો મહામોહાદિને સ્વયં જ જીતીશ, લોલતાને દૂર કરીશ અને આ ઉત્તમ સાધુઓની મધ્યમાં તું સુખપૂર્વક વિલાસ કરીશ. આ સાંભળીને રાજા વિચાર કરે છે. ભગવાને સ્પષ્ટ જ મને બે બાહુ દ્વારા ભવસમુદ્રને તરવાનો ઉપાય બતાવ્યો છે તેમ કહીને મારી યોગ્યતાને જાણીને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે તું યોગ્ય છે એમ બતાવેલ છે. તેથી હર્ષિત થઈને રાજા દીક્ષા ગ્રહણ કરવાનો ચિત્તમાં નિર્ણય કરે છે. અને કહે છે કે હે મહારાજ ! જો મારામાં યોગ્યતા હોય તો હું તેવી દીક્ષા ગ્રહણ કરું. અથવા યોગ્યતાની વાત દૂર રહો. તમારા અનુગ્રહથી બધું મારું સુંદર થશે, માટે મને દીક્ષા આપો. વળી, સૂરિ રાજાને કહે છે મેં જે ગંભીર ભાવોનો અર્થ કહ્યો છે તેને યથાર્થ તે અવધારણ કર્યો છે. આથી જ દીક્ષા ગ્રહણ કરવાનો મહાન ઉત્સાહ તને થયો છે. વળી રાજાને ઉત્સાહિત કરવા અર્થે ભગવાન કહે છે જ્યારે ચિત્તવૃત્તિમાં મહામોહાદિ શત્રુઓ ઊઠતા હોય ત્યારે