Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 368
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૫૯ आः पाप! दुरात्मन्! नागच्छसि त्वं देवपादमूलमिति वदता ताडितोऽहं वेत्रलतया योगेश्वरेण संपन्न मे भयं गतो दैन्यं पतितस्तच्चरणयोः । अत्रान्तरे नष्टोऽसौ मद्वयस्यः पुण्योदयः, तिरोभूतौ शैलराजमृषावादौ, ततः संज्ञिता योगेश्वरेणात्ममनुष्यकाः, ततोऽहं क्षणेनैव संजातोन्मादो वेदयमानस्तीव्रमन्तस्तापं विहितस्तैः पुरुषैः यथाजातः, कृतः पञ्चजटो, विलिप्तो भूत्या, चर्चितो मषिपुण्ड्रकैः, प्रवृत्तास्ते तालारवं कर्तुं समवतारितोऽहं रासमध्ये । ततो मां नाटयन्तः प्रारब्धास्ते मनुष्यास्त्रितालकं रासं વુિં, થ? યોગેશ્વર નામના તંત્રવાદી દ્વારા કરાયેલ રિપુદારણની ખરાબ અવસ્થા ત્યારપછી તમનરાજા વડે યોગેશ્વર નામનો તંત્રવાદી કાનમાં કહેવાયો. શું કીધું? તે “કુતથી કહે છે – જઈને=રિપુદાર પાસે જઈને, તેનું=રિપુદારણનું, આ આ તું કર. આ આ શબ્દથી જે આગળ કહેશે તે સર્વનો સંગ્રહ છે. યોગેશ્વર વડે કહેવાયું. દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી મારી સમીપે ઘણા રાજપુરુષો સાથે યોગેશ્વર આવ્યો. શૈલરાજ વડે=માનકષાય વડે, કરાયેલા અવષ્ટમ્ભવાળો મૃષાવાદથી સમાલિંગિત અને ઉત્પાસનપર એવા બહિરંગ પિંગલોકો વડે ઘેરાયેલો અર્થાત્ ખુશામતખોર લોકોથી ઘેરાયેલો એવો હું યોગેશ્વર વડે જોવાયોકરિપુદારણ જોવાયો. ત્યારપછી આગળ રહીને=રિપુદારણની આગળમાં રહીને, તંત્રવાદી એવા તે યોગેશ્વર વડે હું=રિપુદારણ, મુખ વિષે યોગચૂર્ણ મુષ્ટિથી હણાયો. તેથી યોગેશ્વરે ચૂર્ણની મુષ્ટિ મારા મુખમાં નાંખી તેથી, મણિમંત્રઔષધના પ્રભાવનું અચિંત્યપણું હોવાથી તે જ ક્ષણમાં મારી પ્રકૃતિનો વિપર્યય થયો. હદય શૂલ્ય જેવું પ્રાપ્ત થયું. ઇન્દ્રિયના અર્થો વિપરીત જેવા ભાસે છે. મોટા ખાડામાં ફેંકાયેલાની જેમ આત્મસ્વરૂપને જાણતો નથી. તપન સંબંધી આ યોગેશ્વર છે એથી મારો પરિવાર ભય પામ્યો. કિંકર્તવ્યતાથી મૂઢ રહ્યો શું કરવું જોઈએ તે વિચારી ન શકે તેવી સ્થિતિમાં રહ્યો. તેના વડે યોગેશ્વર વડે, યોગશક્તિથી મોહિત કરાયો. ત્યારપછી કરાયેલી ભૃકુટિવાળા એવા યોગેશ્વર વડે હે પાપી ! દુરાત્મન્ ! દેવપાદમૂલમાં તું આવતો નથી-તપતરાજાની પાસે આવતો નથી એ પ્રમાણે બોલતા યોગેશ્વર વડે વેત્રવતા વડે નિર્ભયપણાથી હું તાડન કરાયો. મને ભય થયો. દૈત્યને પામ્યો. તેના ચરણમાં પડ્યો. એટલામાં મારો આ મિત્ર પુણ્યોદય નાશ પામ્યો. માનકષાય અને મૃષાવાદ તિરોધાન પામ્યા. ત્યારપછી યોગેશ્વર વડે પોતાના મનુષ્યો સંજ્ઞા કરાયા. તેથી હું ક્ષણમાં જ થયેલા ઉન્માદવાળો તીવ્ર અંતઃસ્તાપને વંદન કરતો તે પુરુષો વડે યથાજાત=લગ્ન કરાયો. પાંચ જટાવાળો કરાયો. ભૂતિ વડે=રાખ વડે વિલેપ કરાયો. મશીનાં તિલકો વડે ચર્ચિત કરાયો. તેઓ તાલાર કરવા માટે પ્રવૃત્ત થયા. હું રાસ લેનારાની મધ્યમાં લઈ જવાયો. ત્યારપછી મને નચાવતા તે મનુષ્યો ત્રણ તાલીવાળા રાસ આપતા પ્રારબ્ધ થયા. કેવી રીતે ? – શ્લોક : यो हि गर्वमविवेकभरेण करिष्यते, बाधकं च जगतामनृतं च वदिष्यते ।

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386