Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 375
________________ ૩૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ રિપુદારણ મૃદુતા અને સત્યતા નામની કન્યાને પરણશે ત્યારે તે બેનો વિયોગ પ્રાપ્ત થશે. તે કન્યા અંતરંગ ક્યાં વર્તે છે ? તે બતાવવા અર્થે કહે છે – જે જીવનું શુભ્ર માનસ થાય છે તે જીવના ચિત્તમાં શુભઅભિસંધિ પ્રગટે છે. જેમ કોઈ જીવને સ્વાભાવિક રીતે જ તત્ત્વને જોવાની નિર્મળ મતિ પ્રગટ થઈ હોય તે શુભ માનસની પ્રાપ્તિ છે. ત્યારપછી યોગ્ય ઉપદેશક આદિ પાસે જઈને તત્ત્વ જાણવાનો યત્ન કરે તે શુદ્ધ અભિસંધિ છે. ત્યારપછી તત્ત્વનો નિર્ણય કરવા અર્થે ઉચિત રીતે યત્ન કરે છે તે પણ શુદ્ધ અભિસંધિ છે. જીવ જેમ જેમ તત્ત્વને જાણે છે તેમ તેમ તેનામાં તત્ત્વને અભિમુખ ઉત્તમ ભાવો વર્તે છે. તે વરતા અને વર્યતા રૂપ બે પરિણતિઓ છે. વરતાને કારણે તે જીવમાં મૃદુતાનો પરિણામ પ્રગટે છે; કેમ કે તત્ત્વને જોવાની દૃષ્ટિ થવાથી માનકષાય તેને અસાર જણાય છે અને મૃદુ પરિણામ જ સાર જણાય છે તે વરતા છે અને તેનાથી મૃદુતા પ્રગટે છે. વળી, શુદ્ધાભિસંધિને કારણે જ મારે લેશ પણ નિરર્થક વચનપ્રયોગ ન કરવો જોઈએ પરંતુ એકાંતે સ્વપરનું કલ્યાણનું કારણ હોય તેવો વચનપ્રયોગ કરવો જોઈએ, તેવી વર્યતાની પરિણતિ પ્રગટે છે. તેનાથી તે જીવમાં સત્યતા નામનું બીજું મહાવ્રત પ્રગટે છે. તેથી તે મહાત્મા હંમેશાં વચનગુપ્તિ અને ભાષાસમિતિની મર્યાદાથી જે કંઈ વચનપ્રયોગ કરે છે તે સિવાય નિરર્થક વચન કરીને ચિત્તને કલુષિત કરતા નથી. તે મહાત્મામાં માનકષાયની વિરુદ્ધ એવી મૃદુતા અને મૃષાવાદની વિરુદ્ધ એવી સત્યતાની પરિણતિ પ્રગટે છે, જે પરિણતિ જગતના જીવ માટે આનંદને કરનારી છે. દર્શનથી સુંદર છે. સાક્ષાત્ અમૃતરૂપ છે; કેમ કે જે જીવમાં તેવી ઉત્તમ પરિણતિ પ્રગટે છે તે જીવને સર્વ પ્રકારની સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. વળી, તે પરિણતિ સર્વ સુખને દેનારી છે. જગતમાં અત્યંત દુર્લભ છે. આવી પરિણતિ જે ભવમાં રિપુદારણનો જીવ પ્રાપ્ત કરશે ત્યારે માનકષાય અને મૃષાવાદ બેનો ત્યાગ થશે અર્થાત્ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલનકષાયના ક્ષયોપશમભાવવાળી ચારિત્રની પરિણતિ પ્રગટ થશે. ત્યારે માનકષાયનો સર્વથા ત્યાગ કરશે અને ક્ષાયિકભાવમાં માર્દવ સ્વભાવને પ્રગટ કરવા રિપુદારણનો જીવ યત્ન કરશે. વળી, સૂક્ષ્મ મૃષાવાદના પરિહારપૂર્વક સાધુના બીજા મહાવ્રતના પાલનરૂપ સત્યતાને પ્રાપ્ત કરશે. વર્તમાનના ભવમાં વરતા અને વર્તતારૂપ ગુણોની પ્રાપ્તિ તેને અસંભવિત છે તેમ જાણીને તેના પિતા નરવાહનરાજા પુત્રની દુર્દશાને જોઈને કંઈક ખેદ વ્યક્ત કરે છે. કોઈ પ્રતિક્રિયા નથી એમ જાણીને સ્વયં સંયમ ગ્રહણ કરે છે અને રિપુદારણને રાજ્ય ઉપર સ્થાપન કરીને વિચક્ષણસૂરિ સાથે વિહાર કરે છે. વળી, રાજ્ય પ્રાપ્ત થવાથી રિપુદારણનો માનકષાય અને મૃષાવાદ અત્યંત વૃદ્ધિ પામે છે છતાં કંઈક પુણ્યોદય હતો તેથી કેટલાંક વર્ષો સુધી રાજ્ય પાલન કરીને સુખપૂર્વક જીવે છે, તે વખતે તપનચક્રવર્તી પોતાના દેશની સ્થિતિ જોવા માટે ફરતા ફરતા ત્યાં આવે છે, માનકષાયને વશ અને મૃષાવાદને વશ થઈને રિપુદારણ ઉચિત પ્રતિપત્તિ કરતો નથી. ચક્રવર્તી સમીપ જતો નથી. આ રીતે કષાયને વશ તેની સ્થિતિ જોઈને તેનું પુણ્ય કમસર નાશ પામે છે અને તપનચક્રવર્તીના ગુપ્તચરો રિપુદારણના સર્વ પ્રસંગો ચક્રવર્તીને કહે છે. ત્યારપછી જે સર્વ વિડંબના તપનચક્રવર્તીએ કરી તેનું મૂળ કારણ વર્તમાનના ભવમાં પ્રકર્ષને પામેલ માનકષાય અને મૃષાવાદ છે જેના નિમિત્તે વિદ્યમાન પણ પુણ્યપ્રકૃતિ નાશ પામે છે. શિથિલ પણ પાપપ્રકૃતિ

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386