Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ હું અનંતકાલ પ્રતિસ્થાન અનંતવાર ભમાવાયો. અને સર્વ સ્થાનમાં ભટકતા મારી જઘન્ય જાતિ, નિંદિત કુલ, અત્યંત હીરબલ, ગહિત રૂ૫, સિંઘ તપ-ચારિત્ર, જન્મથી દારિદ્રય, સતત મૂર્ખતા, અલાભ અને સંતાપથી દારુણ યાચકપણું અને સકલ લોકમાં અનિષ્ટપણું ગુટિકાના પ્રયોગથી જ ભવિતવ્યતા વડે પ્રગટ કરાયું. અને જિલ્લાઉત્પાટન, તપ્તતામ્રપાન, મૂકપણું, બોબડાપણું, જીભના છેદ ઈત્યાદિ કરતી હતી ભવિતવ્યતા કરતી હતી.
__ उपसंहारः एवं च वदति संसारिजीवे प्रज्ञाविशालया चिन्तितं अहो मानमृषावादयोर्दारुणता, तथाहितद्वशवर्तिनाऽनेन संसारिजीवेन हारितो मनुष्यभवः, प्राप्तास्तत्रैव नानाविडम्बनाः, अवगाहितोऽनन्तः संसारसागरोऽनुभूतानि विविधदुःखानि, प्राप्तानि गर्हितानि जात्यादीनीति ।
संसारिजीवः प्राह-ततोऽन्यदा दर्शितोऽहं भवचक्रपुरे मनुष्यरूपतया, संजाता मे तत्र मध्यमगुणता ततस्तुष्टा ममोपरि भवितव्यता, आविर्भावितस्तया पुनरपि स सहचरो मे पुण्योदयः । ततोऽभिहितमनया-आर्यपुत्र! गन्तव्यं मनुजगतौ भवता वर्धमानपुरे, स्थातव्यं तत्र यथासुखासिकया, अयं च तवानुचरः पुण्योदयो भविष्यति । मयाऽभिहितं-यदाज्ञापयति देवी । ततो जीर्णायां प्राचीनगुटिकायां दत्ता पुनरेकभववेद्या सा ममापरा गुटिका भवितव्यतयेति ।
ઉપસંહાર આ રીતે સંસારી જીવે કહે છતે પ્રજ્ઞાવિશાલા વડે વિચારાયું. અહો ! માનમૃષાવાદની દાણતા. તે આ પ્રમાણે – તેના વશવર્તી એવા આ સંસારી જીવ વડે મામૃષાવાદના વશવર્તી એવા રિપુદારણના ભવમાં વર્તતા એવા સંસારી જીવ વડે, મનુષ્યભવ નિષ્ફળ કરાયો. ત્યાં જ=મનુષ્યભવમાં, અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરાઈ. અનંત સંસારસાગર અવગાહત કરાયો. વિવિધ પ્રકારનાં દુઃખો અનુભવ કરાયાં. ગહિત જાતિ આદિ પ્રાપ્ત કરાયાં=હલકી જાતિઓ, હલકાં કુળો, કુત્સિત રૂપો આદિ પ્રાપ્ત કરાયાં. સંસારી જીવ કહે છે – ત્યારપછી અચૂદા હું ભવચક્રપુરમાં મનુષ્યરૂપપણાથી દેખાડાયો= ભવિતવ્યતા વડે દેખાડાયો. ત્યાં=મનુષ્યપણામાં, મને મધ્યમ ગુણતા પ્રાપ્ત થઈ. તેથી=મધ્યમ-ગુણતા પ્રાપ્ત થઈ તેથી, મારી ઉપર ભવિતવ્યતા તુષ્ટ થઈ. તેણી વડે=ભવિતવ્યતા વડે, ફરી પણ મારો તે પુણ્યોદય સહચર આવિર્ભાવ કરાયો. ત્યારપછી આવા વડે=ભવિતવ્યતા વડે કહેવાયું - હે આર્યપુત્ર ! તારા વડે મનુષ્યગતિમાં વર્ધમાનપુરમાં જવું જોઈએ. ત્યાં વર્ધમાનપુરમાં યથાસુખાસિકાથી રહેવું જોઈએ તને સુખ ઉપજે એ પ્રકારે રહેવું જોઈએ. આ તારો અનુચર પુગ્યોદય થશે. મારા વડે કહેવાયું=સંસારી જીવ વડે કહેવાયું – દેવી=ભવિતવ્યતા, જે આજ્ઞા કરે છે. ત્યારપછી પ્રાચીન ગુટિકા જીર્ણ થયે છતે ફરી એકભવવેદ્ય તે અપર ગુટિકા મતે ભવિતવ્યતા વડે અપાઈ.

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386