________________
૩૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
યતઃगुणसन्दोहभूते ते, तथेमौ दोषपुञ्जको ।
तस्मात्ताभ्यां सहावस्था, नानयोभूप! पापयोः ।।४१८ ।। શ્લોકાર્ચ -
જે કારણથી ગુણના સંદોહભૂત તે-તે બે કન્યા છે. તે પ્રમાણે આ શૈલરાજ અને મૃષાવાદ આ બે મિત્રો દોષના પુંજ છે. તેથી હે રાજા ! તેઓની સાથે તે બે કન્યા સાથે, આમનું આ બે પાપી મિત્રોનું સહ-અવસ્થાન નથી. ll૪૧૮ll શ્લોક :
ततः प्रयोजनस्यास्य, कश्चिदन्यो विचिन्तकः ।
यत्तु तेऽभिमतं भूप! तदेवाचर साम्प्रतम् ।।४१९।। શ્લોકાર્ચ -
તેથી આના પ્રયોજનનોકરિપુદારણને આ બે કન્યા આપવાના પ્રયોજનનો, કોઈ અન્ય વિચિંતક છે. વળી, હે રાજા! તને જે કહેવાયું તે જ હમણાં આચર=આ રિપદારણના પ્રયોજનની ચિંતા તું છોડી દે. પરંતુ તારા હિત અર્થે હમણાં જે કહ્યું તે પ્રવજ્યા ગ્રહણ કરવાનું તું આચરણ કર. ll૪૧૯ll શ્લોક :
तत्श्रुत्वाऽचिन्तयद्राजा, स तदा नरवाहनः ।
अहो कष्टमहो कष्टं सूनोर्मम तपस्विनः ।।४२०।। શ્લોકાર્થ :
તે સાંભળીને તે નરવાહનરાજાએ ત્યારે વિચાર્યું, અહો કષ્ટ છે, અહો મારા તપસ્વી પુત્રનું કષ્ટ છે. ll૪૨૦IL.
શ્લોક :
यस्येदृशौ रिपू नित्यं, पार्श्वस्थौ दुःखदायिनौ । अहो वराको नैवासौ, यथार्थो रिपुदारणः ।।४२१।।
શ્લોકાર્થ :
જેને આવા પ્રકારના બે શબ દુઃખને દેનારા સદા પાસે રહેલા છે. આ વરાક યથાર્થ રિપદારણ નથી. II૪૨૧II