________________
ЗЧо
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ તેમનાથી રક્ષણ કરવા અર્થે જૈનસપુરનો કોણ આશ્રય ન કરે ? અર્થાત્ કોઈ બુદ્ધિમાન પુરુષ અવશ્ય જૈનપુરનો આશ્રય કરે. વળી દુઃખના સમૂહથી પૂર્ણ એવા ગૃહસ્થવાસમાં કોણ રહે ? અને સુખના સાગરરૂપ જૈનપુરમાં કોણ બુદ્ધિમાન વસે નહીં ?
તેથી ફલિત થાય છે કે ભાગવતી દીક્ષા માત્ર પરલોક અર્થે નથી પરંતુ મોદાદિ શત્રુઓથી આત્માનું રક્ષણ કરીને તત્કાલ સુખ અર્થે છે. અને જેમ જેમ મોહાદિ નાશ પામશે તેમ તેમ સુખની પરંપરા પ્રાપ્ત થશે તેનું પ્રબલ દીક્ષા કારણ છે. માટે મહાભયવાળા એવા આ ગૃહવાસમાં બુદ્ધિમાને વસવું જોઈએ નહીં. આ રીતે મહાત્માનાં વચન સાંભળીને તોષ પામેલા રાજા વિચારે છે કે કોને રાજ્ય સોંપવું કે જેથી હું સંયમ ગ્રહણ કરી શકું ? તે વખતે રિપુદારણને ત્યાં ભિખારી અવસ્થા જેવો બેઠેલો જોઈને પિતાની દૃષ્ટિને કારણે કંઈક તેનો પુણ્યોદય જાગૃત થયો જેથી પિતાના ચિત્તમાં પશ્ચાત્તાપ થાય છે અને વિચારે છે કે આ રીતે પુત્રને મેં ઘરમાંથી કાઢ્યો તે ઉચિત કર્યું નહીં; કેમ કે વિષવૃક્ષ જેવો તે પુત્ર મેં મોટો કર્યો છે તેથી આ રીતે તેનો વિનાશ કરવો ઉચિત નથી.
આ પ્રકારના માર્ગાનુસારી ઊહને કારણે રાજાના ચિત્તમાં અત્યંત નિર્મલ પશ્ચાત્તાપ થાય છે. ત્યારપછી દોષના પુંજ એવા પણ રિપુદારણને ઉત્તમ પુરુષો નિર્મળચિત્તથી જોનારા હોય છે અને પરોપકાર કરવા અર્થે યત્ન કરે છે. તેથી રિપુદારણને બોલાવીને રાજા પોતાના ખોળામાં બેસાડે છે અને સૂરિને પ્રશ્ન કરે છે કે આવા સુંદર કુળમાં જન્મેલ છતાં રિપુદારણે આવાં કૃત્યો કેમ કર્યા ? તેથી સૂરિ કહે છે – તેના મિત્ર માનકષાય અને મૃષાવાદનું આ કારણ છે. રાજા પૂછે છે – આ પાપમિત્રોનો ક્યારે રિપદારણને વિયોગ થશે ? તેથી સૂરિ કહે છે આ ભવમાં શક્ય નથી. પરંતુ ઘણાકાળ પછી તેને આ પાપમિત્રોનો વિયોગ પ્રાપ્ત થશે. તેથી ફલિત થાય છે કે કર્મ પ્રચુર હોય ત્યારે ઉત્તમ પુરુષોના વચનથી પણ રિપદારણને તે વચનો સ્પર્શતાં નથી. માત્ર મૂઢતાથી તે શ્રવણ કરે છે.
मृदुतासत्यताप्राप्तौ शैलराजमषावादसंगत्यागसंभवः
શ્લોક :
कारणेन पुनर्येन, वियोगोऽस्य भविष्यति ।
भूरिकाले गते तत्ते, संप्रत्येव निवेदये ।।४१३।। મૃદુતા-સત્યતાની પ્રાપ્તિ થયે છતે શૈલરાજ-મૃષાવાદના સંગના ત્યાગનો સંભવ શ્લોકાર્ચ -
વળી જે કારણથી આને રિપદારણના જીવને, ઘણો કાલ ગયે છતે વિયોગ થશે. તે તને હમણાં જ હું નિવેદન કરું છું. Il૪૧all