________________
૩૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવના વસ્તુતઃ જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને વીતરાગ સર્વજ્ઞ થાય છે તેઓના તેવા ક્ષયોપશમભાવવાળા શુભોદય નથી. મારા મોહનો નાશ થાય છે તેવી નિજચારુતા નથી. મતિજ્ઞાનના ઉપયોગરૂપ વિમર્શ, મતિજ્ઞાનના ઉપયોગરૂપ પ્રકર્ષ, અને મતિજ્ઞાનના ઉપયોગરૂપ બુદ્ધિ છે તેવી પ્રવ્રયા પૂર્ણ પ્રવ્રજ્યા નથી પરંતુ કેવલજ્ઞાન સ્વરૂપ જીવ છે તેવી ક્ષાવિકભાવની પ્રવ્રજ્યા પોતાનામાં પ્રગટ થઈ નથી. તેથી હજી પણ બાહ્ય કુટુંબનો મેં ત્યાગ કરેલો હોવા છતાં તે ક્ષયોપશમભાવના પરિણામરૂપ મારું અંતરંગ કુટુંબ હજી અવસ્થિત છે. ફક્ત તે દુષ્ટ ભાર્યારૂપ રસનાની લોલતાને મેં કાઢી મૂકી છે અને રસનાને સ્વકાર્ય કરવામાં અકિંચિત્થર કરી છે. તેથી મારી પ્રવ્રજ્યા તેવી શ્રેષ્ઠ પ્રવ્રજ્યા નથી. તોપણ મહારાજને મારા ઉપર આદર થાય છે તેનું કારણ હું જાણતો નથી.
વસ્તુતઃ આદરપાત્ર તો સંપૂર્ણ બાહ્ય અને અંતરંગ કુટુંબનો ત્યાગ કર્યો છે તેવા સિદ્ધ ભગવંતો અને કેવલી ભગવંતો જ છે, છતાં સદોષ એવા મારામાં ગુણનો આરોપ એ જગતને આનંદ કરનાર રાજાનું અચિંત્ય ચિત્તસૌંદર્ય છે, જે સજ્જનની પ્રકૃતિનો ગુણ છે અર્થાત્ મહારાજા સજ્જન છે. હું હજી કર્મના દોષવાળો છું. મોહના શત્રુનો મેં સંપૂર્ણ નાશ કર્યો નથી. તેથી જ તેના નાશ અર્થે અંતરંગ શુભોદય આદિ કુટુંબનું પાલન કરું છું. માટે મારામાં ઘણી સદોષતા છે છતાં થોડા ગુણને જોઈને અર્થાત્ મેં લોલતાનો ત્યાગ કર્યો અને રસનાને અકિંચિત્થર કરી એ ગુણને જોઈને ગુણનું આરોપણ કરનાર જગતના આલ્લાદને કરનાર રાજાનું અચિંત્ય ચિત્તસૌંદર્ય છે; કેમ કે સજ્જનની પ્રકૃતિનો આ ગુણ છે. આ પ્રકારે યથાર્થ બતાવીને મહાત્મા પોતાની વાસ્તવિકતા રાજાને સ્પષ્ટ કરે છે અને પોતે હજી ગુણથી પૂર્ણ થયા નહીં, પૂર્ણ થવાના અર્થી છે એ બતાવે છે.
વળી, વિચક્ષણસૂરિ રાજાને “અથવાથી કહે છે. મેં જે આ જૈનલિંગ ધારણ કર્યું છે તે મોહના શત્રુનો નાશ કરનાર છે તેથી જ જગતને વંદ્ય એવા જૈનલિંગનો આ ગુણ છે અને તે લિંગમાં રહ્યા છીએ તેથી જ લોકો વડે પૂજાઈએ છીએ. એનાથી એ પ્રાપ્ત થાય કે વિચક્ષણસૂરિ પોતે દ્રવ્યલિંગધારી છે માટે પૂજાય છે તેમ નથી પરંતુ ભાવથી ગ્રહણ કરાયેલું જૈનલિંગ શત્રુનો નાશ કરનાર છે. આથી જ ભાવથી ગ્રહણ કરાયેલું જૈનલિંગ ત્રણ ભુવનને વંદ્ય છે અને વિચક્ષણસૂરિ પોતાના અંતરંગ કુટુંબ સહિત પણ ભાવથી જૈનલિંગમાં રહેલા છે તેથી સતત મોહના નાશ માટે યત્ન કરનારા છે તેથી જ વંદ્ય છે. આમ કહીને પોતે વંદ્ય નથી પરંતુ ભાવથી જૈનલિંગનો આ ગુણ છે એમ કહીને વિચક્ષણસૂરિ પોતાના માનકષાયનો અત્યંત નિરોધ કરે છે, જેથી અમે જગતમાં પૂજ્ય છીએ તેવો પરિણામ થાય નહીં.
વળી પૂર્વમાં કહ્યું કે અમે અંતરંગ કુટુંબવાળા છીએ માટે ગુણવાળા નથી તેમ કહીને પૂર્ણ ગુણવાળા વીતરાગ જ પૂજ્ય છે કે જેઓને અંતરંગ કુટુંબ નથી અને બાહ્ય કુટુંબ પણ નથી, જ્યારે અમે તો નિગ્રંથ થવાના અત્યંત અર્થી છીએ તોપણ જે પૂર્ણ નિગ્રંથ વીતરાગ છે તે જ પૂજ્ય છે અને અમે અંતરંગ કુટુંબને ધારણ કરીને કંઈક ગૃહસ્થતુલ્ય છીએ. પૂર્ણ નિગ્રંથ નથી. તેથી અમે સ્તુતિને યોગ્ય નથી તેમ કહીને પૂર્ણ નિગ્રંથ ભાવવાળા વીતરાગ જ પૂજ્ય છે તેમ બતાવે છે અને તેવા પૂજ્ય પ્રત્યે પોતાનો નમ્રભાવ વિચક્ષણસૂરિ અભિવ્યક્ત કરે છે. વળી, સૂરિ અન્ય કહે છે. કંઈક ગૃહસ્થના આચારના ધારક જે કારણથી અમે આવા