________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૩૭
બ્લોક :
अन्यच्चकृताऽकिञ्चित्करी येन, रसनाऽपि महात्मना ।
अत्यन्तदुर्जया लोके, लोलता च निराकृता ।।३७३।। શ્લોકાર્ચ -
અને બીજું, જે મહાત્મા વડે લોકમાં અત્યંત દુર્જય એવી રસના પણ અકિંચિત્કરી કરાઈ અને લોલતા નિરાકરણ કરાઈ. il૩૭3II બ્લોક :
महामोहादिवर्गं च, जित्वा यो जैनसत्पुरे ।
स्थितोऽसि साधुमध्यस्थः, कुटुम्बसहितो मुने! ।।३७४।। શ્લોકાર્ચ -
અને હે મુનિ ! મહામોહાદિ વર્ગને જીતીને જૈનસપુરમાં સાધુની મધ્યમાં કુટુંબ સહિત જે તમે રહેલા છો. ll૩૭૪ll શ્લોક -
स चेत्त्वं न भवस्यत्र, हन्त दुष्करकारकः । कीदृशास्ते भवन्त्यन्ये, ब्रूहि दुष्करकारकाः? ।।३७५ ।।
શ્લોકાર્ય :
અહીં=સંસારમાં, જો તે તમે ખરેખર દુષ્કરકારક નથી તો અન્ય કેવા પ્રકારના દુષ્કરકારકો થાય ? એ તમે કહો. Il૩૭૫ll શ્લોક :
यश्चायं तव संपन्नो, वृत्तान्तो जगदद्भुतः ।
एतद्वृत्तान्तयुक्ता ये, ते वन्द्याः प्रतिभान्ति मे ।।३७६।। શ્લોકાર્થ :
અને જગતમાં અદ્ભુત વૃત્તાંત જે આ તમને પ્રાપ્ત થયો એ વૃત્તાંતથી યુક્ત જેઓ છે, તે મને વંધ પ્રતિભાસે છે. ll૧૭૬ll