________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૦૧ તૈયાર થાય તોપણ અસ્વીકાર કરીને યુદ્ધ કરે છે. તેમ આ સંતોષ પણ મોહના નાશ માટે યત્ન કરે છે ત્યારે જણાય કે તે તે ઇન્દ્રિયોનું બળ પ્રચુર છે, તેથી તેનું વચન સર્વથા અસ્વીકાર કરવામાં આવશે તો તે ઇન્દ્રિય ચિત્તમાં અસ્વસ્થતા પેદા કરીને મોતની પુષ્ટિ કરશે તેથી તે ઇન્દ્રિય સાથે સંતોષ સંધિ કરે છે અને કંઈક તેનું અનુકૂળ સ્વીકારે છે તોપણ સર્વથા તે ઇન્દ્રિયને વશ થઈને સંતોષનો પરિણામ ચારિત્રધર્મનો નાશ થવા દેતો નથી. આથી જ વિવેકી શ્રાવક ભોગાદિની ઇચ્છા અતિ વિહ્વળ કરે ત્યારે કંઈક ઇન્દ્રિયના વચનનો સ્વીકાર કરીને તેને અનુકૂળ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે તોપણ સર્વથા તેને આધીન થતા નથી. અને સંતોષના બળથી જ્યારે તેઓ સમર્થ બને છે ત્યારે ઇન્દ્રિય સાથે વિગ્રહ કરીને ઇન્દ્રિયોને પ્રતિકૂળ જ આચરણા કરે છે. જેથી તે ઇન્દ્રિયજન્ય વિકારનો અત્યંત ક્ષય થાય છે. જેમ સ્પર્શેન્દ્રિયનો વિગ્રહ કરીને મનીષીએ ભવજંતુની જેમ સર્વથા સ્પર્શનનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી તેથી દીક્ષાગ્રહણ કરતાં પૂર્વે સંધિનો અવસર હતો ત્યારે સ્પર્શેન્દ્રિયથી સંધિ કરીને કંઈક ભોગાદિ કર્યા અને સંતોષના બળથી જ્યારે બળસંચય થયો ત્યારે સ્પર્શનની સાથે વિગ્રહ કરીને શત્રુની સેનાનો નાશ કર્યો. આથી ચારિત્ર રાજાએ સંતોષને તંત્રપાલરૂપે નિયુક્ત કર્યો છે અને જીવની ચિત્તવૃત્તિમાં સંપૂર્ણ બલસામગ્રીથી ફરતા એવા સંતોષે સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોને જોઈ. તેથી સંતોષ પોતાના માહાભ્યથી પાંચેય ઇન્દ્રિયોનો અભિભવ=પરાભવ કરીને લોકને નિવૃત્તિમાં લઈ જાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જીવની ચિત્તવૃત્તિમાં સંતોષને અભિમુખ કંઈક પરિણામ પ્રગટે છે ત્યારે તે જીવને પોતાના સંતોષની વૃદ્ધિમાં વ્યાઘાતક પાંચ ઇન્દ્રિયો જ જણાય છે. તેથી વિવેકપૂર્વકનો પ્રગટ થયેલો સંતોષ તે પાંચ ઇન્દ્રિયો સાથે કાળને અનુરૂપ સંધિ વિગ્રહ કરીને તેનો પરાભવ કરે છે અને પોતાના ચારિત્રના સૈન્યને પુષ્ટ કરી તેના બળથી તે જીવને સંતોષ મોક્ષમાં લઈ જાય છે. વળી, સંસારી જીવોને મહામોહને વશ કરવા માટે વિષયાભિલાષે પાંચ ઇન્દ્રિયો રૂપ મનુષ્યોને ભવચક્રમાં મોકલેલ છે. વળી, તે પાંચ ઇન્દ્રિયો સંસારી જીવને વશ કરીને સંસારથી મુક્ત થવા દેતી નથી છતાં કોઈક જીવમાં સંતોષનો પરિણામ પ્રગટે છે અને તે પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પાંચ ઇન્દ્રિયોનો પરાભવ કરીને સંસારી જીવને મોક્ષમાં મોકલે છે તે સાંભળીને મહામોહરાજા પોતાના સૈન્ય સહિત સંતોષને જીતવા માટે પોતાના નગરોમાંથી નીકળીને પ્રમત્તતા નદી પાસે રહેલા પુલિન ઉપર મંડપ બાંધીને બેઠેલા છે.
સંતોષ સંયમનો પદાતિ હોવા છતાં તેને જીતવા અર્થે આવેલા મહામોહાદિ આ સંતોષ મૂલનાયક છે એમ માને છે. સંતોષ મૂલનાયક નહીં હોવા છતાં કેમ મૂલનાયક જણાય છે ? તેમાં યુક્તિ બતાવે છે – જેમ સર્પ ઉપરથી કૃષ્ણ હોય છે તોપણ ઉદરના સ્થાને સફેદ હોય છે છતાં ઉપરથી જોનાર લોક સર્પને કૃષ્ણ જ જુએ છે તેમ સંતોષ મૂલનાયક નથી તોપણ મૂલનાયકની જેમ પાંચ ઇન્દ્રિયોનો પરાભવ કરીને જીવને મોક્ષમાં લઈ જાય છે તે જોઈને મહામોહનું સૈન્ય સંતોષને જ નાશ કરવા માટે પ્રગટ થાય છે.
આનાથી એ ફલિત થાય કે કોઈક જીવની ચિત્તવૃત્તિમાં સંતોષનો પરિણામ પ્રગટ થયેલો હોય અને તેના બળથી તે મહાત્મા સતત મોહનાશ કરવા માટે યત્ન કરે છે. જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજવૈભવને છોડીને મોહનાશ કરવા માટે મહાધ્યાનમાં યત્ન કરતા હતા તે વખતે કોઈક નિમિત્તને પામીને તે મોહનું સૈન્ય