________________
૩૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ तदिदं तेन निःशेषं, विमर्शेन परिस्फुटम् ।
पुरो विचक्षणादीनां विस्तरेण निवेदितम् ।।३२२।। सप्तभिः कुलकम्।। શ્લોકાર્થ :
ત્યારપછી જે પ્રમાણે ઘરથી નીકળીને બાહ્ય સ્થાનોમાં તે બંને ફર્યા. ત્યારપછી અંતરંગ દેશોમાં જે પ્રમાણે તે બંને ફરી ફર્યા. જે પ્રમાણે પુરદ્વય રાજસચિત અને તામસચિતરૂપ પુરદ્વય, જોવાયું. જે પ્રમાણે મહાટવી જોવાઈ. જે પ્રમાણે મહામોહાદિ રાજાઓનું સ્થાન જોવાયું. અને જે પ્રમાણે રસનાની મૂલશુદ્ધિ સમ્યક્ નિશ્ચય કરાઈ. જે પ્રમાણે આરસના, રાગકેસરીના મંત્રી વિષયાભિલાષની પુત્રી વર્તે છે. કુતૂહલવશથી જ જે પ્રમાણે ભવચક્રમાં તે બંને ગયા અને અનેક વૃતાંતથી યુક્ત તે સર્વ નિરીક્ષણ કરાયું. જે પ્રમાણે મહાત્માઓ જોવાયા. વિવેકપર્વતમાં ચારિત્રધર્મરાજાનું
સ્થાન જે પ્રમાણે જોવાયું. જે પ્રમાણે તે સંતોષ જોવાયો અને જે તેના વડે=સંતોષ વડે, ચેષ્ટા કરાઈ. અને જે કારણને ઉદ્દેશીને ઘણો કાલ પસાર કરાયો છે આ નિઃશેષ તે વિમર્શ વડે પરિસ્કૂટ વિસ્તારથી વિચક્ષણ આદિની આગળ નિવેદિત કરાયું. [૩૧૬થી ૩૨સા. ભાવાર્થ :
પૂર્વમાં સંતોષ અને નિષ્કિપાસિતા પત્નીનું સ્વરૂપ બતાવ્યું. તે સંતોષ ચારિત્રધર્મરાજાનો પદાતિ છે તેમ બતાવ્યું. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે – આ જૈનપુરમાં પરમાર્થથી ચારિત્રધર્મરાજા નાયક છે. તેનો મોટો પુત્ર યતિધર્મ છે. નાનો પુત્ર ગૃહિધર્મ છે. સદ્ધોધ નામનો મંત્રી છે. સમ્યગ્દર્શન નામનો મહત્તમ છે અને જૈનનગરના ચારિત્રધર્મરાજાનો તંત્રપાલ સંતોષ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ભાવથી જિન થવા માટે ઉદ્યમશીલ છે તેઓ જૈનનગરમાં વસે છે અને તેઓની ચિત્તવૃત્તિમાં ચારિત્રધર્મરાજા છે. જે સતત તે જીવને દાન-શીલ-તપ-ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપે છે અને તેના કારણે તે જીવોના ચિત્તમાં યતિધર્મ પ્રગટ થાય છે. વળી, જેઓ યતિધર્મ પાળવા સમર્થ નથી તેઓ ગૃહિધર્મ સ્વીકારે છે. વળી તે સર્વ જીવો સદ્ધોધનું સતત અનુશાસન સ્વીકારે છે. આથી સ્વશક્તિ અનુસાર તે જીવો પોતાના ચિત્તમાં જિન થવાને અનુકૂળ યત્ન કરીને જૈનપુરમાં વસે છે અને જેઓ સબોધના અનુશાસનને ઝીલીને જિન થવા યત્ન કરતા નથી તેઓ બહિછયાથી જૈનધર્મના આચારો પાળતા હોય તોપણ પરમાર્થથી જૈનનગરમાં પ્રવેશેલા નથી. વળી, તેઓના ચિત્તમાં સમ્યગ્દર્શન વર્તે છે. તેથી તેઓને સંસાર મહાસમુદ્ર જેવો દેખાય છે. સિદ્ધાસ્થા જ સાર જણાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ચારિત્ર જ છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી જિનવચનના સૂક્ષ્મ રહસ્યને સતત જાણીને તે જીવો ચારિત્રને જ અતિશય કરવા યત્ન કરે છે, જે સમ્યગ્દર્શનનું કાર્ય છે.
વળી, તે જીવોની ચિત્તવૃત્તિને સંતોષ નામનો તંત્રપાલ સદા વર્તે છે. તેથી જૈનનગરમાં વસતા સર્વ જીવો અવશ્ય સ્વશક્તિ અનુસાર સર્વ પ્રકારના ઇચ્છાના અભાવરૂપ સંતોષને જ અતિશય અતિશયતર કરવા યત્ન કરે છે, જેથી તેઓના ચિત્તમાં ચારિત્રધર્મનું સૈન્ય પુષ્ટ પુષ્ટતર થાય છે. વળી, ચિત્તવૃત્તિમાં વર્તતા મહામોહાદિ જે પ્રમાણે જીવોને સંતાપ કરનારા છે એ પ્રમાણે જૈનપુરમાં વસતા જીવોના ચિત્તમાં વર્તતા