________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૨૫
વિચક્ષણનો વિચાર
શ્લોકાર્ચ -
અને જડનું આ વૃત્તાંત જોઈને આ પ્રમાણે નિર્મલમાનસવાળો તે વિચક્ષણ ત્યારપછી આ પ્રમાણે વિચારે છે. ll૧૩૭ll. શ્લોક :
- इह लोके जडस्येदं, रसनालालने फलम् ।
संजातं परलोके तु, दुर्गतिः संजनिष्यति ।।३३८ ।। શ્લોકાર્થ :
અરે ! આ લોકમાં જડને રસનાના લાલનમાં આ ફલ થયું. વળી પરલોકમાં દુર્ગતિને પ્રાપ્ત કરશે. ll૧૩૮ll. શ્લોક :
ततोऽत्यर्थं विरक्तोऽसौ, रसनालालनं प्रति । स्थितो विचक्षणस्तावत्, यावत्तौ समुपागतौ ।।३३९।।
શ્લોકાર્ધ :
તેથી રસનાના લાલન પ્રત્યે અત્યંત વિરક્ત થયેલો એવો આ વિચક્ષણ ત્યાં સુધી રહ્યો જ્યાં સુધી તે બંને આવ્યા=પ્રકર્ષ અને વિમર્શ આવ્યા. ll૧૩૯II
શ્લોક :
ततश्चकथितायां विमर्शन, मूलशुद्धौ सविस्तरम् ।
रसनां त्यक्तुकामोऽसौ, पितरं प्रत्यभाषत ।।३४०।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી=પ્રકર્ષ અને વિમર્શ આવ્યા ત્યારપછી, વિમર્શ વડે રસનાની વિસ્તારપૂર્વક મૂલશુદ્ધિ કહેવાય છતે રસનાને ત્યાગ કરવાની ઈચ્છાવાળો આ વિચક્ષણ, પિતા પ્રત્યે બોલ્યોઃ શુભોદય પ્રત્યે બોલ્યો. II3xol.